Israel Palestine conflict : ઈઝરાયેલ પેલેસ્ટાઇન યુદ્ધનો આજે ચોથો દિવસ છે. જેમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ઈઝરાયેલના 900 વધુ લોકોના મોત અને 2700 થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે કે, પેલેસ્ટાઇનના 560 લોકોના મોત અને 2400થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. હાલ બંને દેશોમાં ભરેલા લાવા જેવી સ્થિતિ છે. જમીન પર મિસાઈલ ફૂટી રહી છે, અને આકાશમાં ધુમાડા ઉડી રહ્યા છે. યુદ્ધ વચ્ચે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. ત્યારે આ ભીષણ યુદ્ધ વચ્ચે હાથમાં બંદૂક લઈને આ બે ગુજરાતણો ઈઝરાયેલ માટે યુદ્ધ લડવા નીકળી પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુનાગઢના માણાવદર તાલુકાના કોઠડી ગામના પરંતુ વર્ષોથી ઈઝરાયેલ સ્થાઈ થયેલ પરિવારની બે દીકરીઓ હાલ ઈઝરાયેલ આર્મીમાં ફરજ બજાવે છે. પ્રાથમિક માહિતી મુજબ જીવાભાઈ મુળિયાસીયા અને સવદાસભાઈ મુળિયાસીયા બંને વર્ષો પહેલા ઇઝરાયલ જતા રહ્યા હતા. આ સાથે તેઓને ઇઝરાયલનું નાગરિત્વ પણ મળ્યું છે. આ બંને ભાઈઓની દીકરીઓ હાલ ઇઝરાયલ આર્મીમાં ઓફ્સિર તરીકે ફરજ બજાવે છે. હાલની યુધ્ધની સ્થિતિએ પણ બંને બહેનો ફરજ બજાવી રહી છે. 


ગુજરાતના યુવાઓ પર મોટી ઘાત! જામનગરના 13 વર્ષના કિશોરનું મુંબઈમાં હાર્ટ એટેકથી મોત


ઈઝરાયેલમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસવાટ કરે છે. કેટલાક વેપાર, તો કેટલાક અભ્યાસ અર્થે, તો કેટલાક નોકરી માટે ઈઝરાયેલમાં સ્થાયી થયા છે. તો વર્ષોથી ઈઝરાયેલ જઈને વસ્યા હોય તેવા અનેક ગુજરાતી પરિવારો છે. ઈઝરાયેલમાં એક એવો નિયમ છે કે, એક ઘરમાંથી એક વ્યક્તિ આર્મીમાં જોડાવાનું હોય છે. તેથી જીવાભાઈ અને સવદાસભાઈની દીકરીઓ આર્મીમાં ફરજ બજાવે છે. 


 


મોરબી દુર્ઘટનામાં SIT રિપોર્ટમાં મોટો ખુલાસો : હોનારત માટે જયસુખ જવાબદાર