Ahmedabad News અમદાવાદ : ગુજરાતમાં બે સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ગુજરાત પોલીસ દોડતી થઈ છે. અમદાવાદનું સરદાર સ્મૃતિ સ્મારક અને વલસાડના સાયન્સ સિટી મ્યૂઝિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બંને ઈમારતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતા જ બોમ્બ સ્કોડ અને એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જોકે, એકસાથે બે સ્થળોએ અલગ અલગ ઈમેઈલ આવતા પોલીસ મેઈલ મોકલનારનું પગેરું શોધવામાં લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરદાર સ્મૃતિમાં ચાલુ કાર્યક્રમથી લોકોને બહાર કઢાયા
અમદાવાદના સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં આ ધમકીભર્યો ઇમેઇલ આવ્યો હતો. જેમાં સ્ફોટક પદાર્થથી ઈમારત ઉડાવી દેવાની ધમકી ઇમેઈલથી મળી છે. આ ઈ મેઈલ મળતાં જ સ્કૂલનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેથી તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. તો આજે સાંજે વીવીઆઈપી પ્રસંગ હતો. આ ધમકીને લઈ બોમ્બ સ્કોડ અને એસ. ઓ.જીની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. 


હંસાબેન ભરતભાઈ પરમાર... સુરત પાલિકામાં કરાયેલી આ ટિપ્પણી સત્તા પક્ષને ભારે પડી


તો વલસાડ ખાતે આવેલ સાયન્સ સિટી મ્યુઝિયમની હેડ ઓફિસમાં બૉમ્બથી ઉડાવી નાંખવાની ધમકીનો મેઈલ આવ્યો છે. કોલકાત્તા ખાતે આવેલ સાયન્સ સિટી મ્યુઝિયમની હેડ ઓફિસમાં મેઈલ આવતા જ તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. સાયન્સ સીટી મ્યુઝિયમની હેડ ઓફિસમાં મેલ આવતા વલસાડ જિલ્લા ખાતે આવેલ સાયન્સ સીટી મ્યુઝિયમ ખાલી કરાવી દેવાયુ હતું.


વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ધરમપુર ખાતે આવેલ સાયન્સ સીટી મ્યુઝિયમ ખાલી કરાવાયું હતું. તેમજ પોલીસ દ્વારા સાયન્સ સીટી મ્યુઝિયમની આજુબાજુનો વિસ્તાર પણ ખાલી કરી તપાસ હાથ ધરાઈ છે. ઘટના સ્થળે dysp વલસાડ, બૉમ્બ સ્કોડ, sog, LCb સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં બેરીકેટિંગ કરવામાં આવીને હાલ તપાસ ચાલી રહી છે. 


ગુજરાતના બે મહત્વના સ્થળોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ