નવનીત દલવાડી/ભાવનગર: રાજ્યમાં હત્યાના ગુનાઓ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 18 કલાકમાં શહેર અને જિલ્લામાં હત્યાના બે બનાવ નોંધાયા છે. ભાવનગર જિલ્લાના જેસર તાબાના ઉગલવાણ ગામે ગત મોડી રાત્રીના સંજય રાઠોડ નામના યુવકની તેના સગા મામા અને અન્ય બે ઈસમોએ મળી માથાના ભાગે, પગે અને હાથના ભાગે ગંભીર ઇજાઓ કરતા તેને તાકીદે મહુવા અને ત્યારબાદ ભાવનગર ખસેડવામાં આવતા સમયે રસ્તામાં મોત નિપજતા હત્યાનો ગુનો નોંધાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર શહેરના બોરતલાવ કુમુદવાડી વિસ્તારમાં અમદાવાદ જિલ્લાનાં ધોલેરા તાલુકાના ગોગલા ગામનાં વતની કે જે અહીં રત્નકલાકાર તરીકે કામ કરતા હોય તેવા હર્ષદભાઈ ઠાકરસીભાઈ જાપડીયાની હત્યા કરી નાખવામાં આવી હતી. કોઈ રસ્તે જતા ઇસમે સાથે બાઇકની સામાન્ય ટક્કર બાબતે થયેલી બોલાચાલીમાં અજાણ્યા બાઇક ચાલકે પોતાની પાસે રહેલી છરી નો જીવલેણ ઘા હર્ષદને ઝીંકી દેતા તાકીદે તેને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા વધુ એક હત્યાનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો હતો. 


પહેલી ઘટના એક સાજીશ હોય જેમાં હુમલાખોરોએ અગાઉથી જ પોતાના ભાણેજ ને પતાવી દેવાના આશયથી આવ્યા હોય જેમાં જૂની કોઈ અદાવત કે બોલાચાલી કે અન્ય કોઈ બાબત કારણભૂત હોય શકે છે. પરંતુ બીજી ઘટનામાં જે પ્રમાણે અજાણ્યા ઇસમે પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરી હત્યા કરી તે પોલીસ ની ચેકીંગની કામગીરી પર સવાલ ઉઠાવી રહી છે. 


ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બની છે, ત્યારે છરી જેવા ઘાતક હથિયારો સાથે રખડતા ઈસમો સામે પોલીસ તપાસ અને કાર્યવાહી કેમ નથી કરતી તે એક સવાલ છે. ત્યારે જ્યારે હવે પોલીસની સાચી કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે અને જે ન કરવામાં આવતા આવા માથા ભારે ઈસમો ખુલ્લેઆમ હત્યાને અંજામ આપી રહ્યાં હોય ત્યારે પોલીસ માટે શરમજનક અને નિરાશાજનક કામગીરી બાબતે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube