જપ્તવ્ય યાજ્ઞિક/આણંદ :આણંદના ઓડ ગામે નવાપુરા વિસ્તારમાં એક વિકૃત ઘટના બની હતી. શનિવારે બપોરે લઘુમતી કોમના યુવકોએ ભેગા મળી એક ગાયને લાકડાના દંડા વડે ક્રુરતાપૂર્વક માર મારી હત્યા કરી હતી. વીડિયો વાયરલ (viral video) બાદ ગામમાં રોષની લાગણી ફેલાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમરેઠ તાલુકાના ઓડ ગામના નવાપુરા વિસ્તારમાં શનિવાર બપોરે કોઈ અગમ્ય કારણોસર લઘુમતી સમાજના યુવકોએ એક ગાયને લાકડીઓથી ક્રુરતાપૂર્વક માર મારીને હત્યા કરી હતી. ગાયને લાકડાના ફટકા મારતો વીડિયો વાયરલ થતાં જ મહાકાલ સેના અને કરણી સેનાના હોદેદ્દારોએ ઘટના સ્થળે જઈ તપાસ કરતાં ગાય મૃત હાલતમાં મળી આવી હતી. આ ઘટનાના પગલે લોકોએ ગાયનો જીવ લેનારા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.


આ વાત ઉમરેઠ પંથકમાં વાયુવેગે ફેલાતા હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી. જેથી સમાજના લોકોએ ગાયની હત્યા કરનારની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સમગ્ર ઘટનાની બાબતે ખંભોળજ પોલીસ સ્ટેશનમાં અક્ષયસિંહ પરમારે ફરિયાદ નોંધાવી હતી અને ગણતરીના કલાકોમાં ખંભોળજ પોલીસે આ ગાય પર દંડાનો માર મારી જીવ લેનાર યુવકોની અટકાયત કરી લીધી છે.


વીડિયોના આધારે તપાસ કરતાં નવાપુરામાં રહેતાં લીયકતખાન અહેમદખાન પઠાણ અને લતિફમીયાં યાકુબમીયાં શેખે લાકડીઓના દંડા મારીને ગાયની હત્યા કરી હોવાનું ખૂલ્યુ હતું.