ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હજું તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકોટ Trp અગ્નિકાંડનો મામલે તત્કાલીન પીઆઇ વી.એસ.વણઝારા અને પીઆઇ જે.વી.ધોળાને સસ્પેન્ડ કરાયા છે. જી હા...DGPએ જે.વી.ધોળા અને વી.એસ.વણઝારાને સસ્પેન્શનનો આદેશ કર્યો છે. SITની તપાસ બાદ આવી કાર્યવાહી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ TRP ગેમઝોનમાં પોલીસ ઈન્સ્પેક્ટર વી.આર.પટેલ અને એન.આઈ.રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ અગાઉ ફરજ બજાવી ચૂકેલા બે પી.આઇ. જે.વી.ધોળા અને વી.એસ.વણઝારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. Sitની તપાસ બાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશથી આજે વધુ બે રાજકોટના તત્કાલીન પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 4 પીઆઇ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વી.એસ. વણઝાર અને જે.વી ધોળા 2021મા બંને ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. ગેમઝોન પરવાનગીમાં બંને પીઆઇની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. એસઆઈટીના રિપોર્ટના બંને પીઆઇની ભૂમિકા સામે આવી છે.


કુલ 4 PI સસ્પેન્ડ થયા...


  • (૧) રીડર પીઆઇ એન. આર. રાઠોડ

  • (૨) તાલુકા પોલીસ સ્ટેશન પીઆઇ વી. આર. પટેલ

  • (૩) તત્કાલીન તાલુકા પીઆઇ જે. વી. ધોળા

  • (૪) તાત્કાલિક રીડર પીઆઇ વી. એસ. વણઝારા


શું છે મામલો?
રાજકોટના કાલાવડ રોડ પર TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને પોલીસ સ્ટેશનની ટીમો દોડી આવી હતી. આ ઘટનામાં એક પછી એક એમ 28 મૃતદેહ મળ્યા હતા. માત્ર 55 મિનિટમાં જ 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહની ઓળખ પણ DNA ટેસ્ટથી કરીને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.