મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદના ગરબામાં આવી ચઢેલા વિદ્યમીથી હોબાળો થયો હતો. ગરબામાં વિધર્મીએ પ્રવેશ કરતા બજરંગ દળના કાર્યકરોએ મેથીપાક ચખાડ્યો હતો. સિંધુભવન રોડ પર આવેલા આરકે પાર્ટી પ્લોટમાં આ બનાવ બન્યો હતો. વિધર્મીઓ ગરબામાં પ્રવેશી લવજેહાદ કરતા હોવાનો બજરંગ દળે આરોપ લગાવ્યો. તેમજ નવરાત્રિ દરમિયાન દરેક જગ્યાએ VHP તિલક કરી પ્રવેશ આપવાનું અને સરપ્રાઈઝ ચેકીંગ ચાલુ રાખશે તેવું જણાવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે બજરંગ દળે ચેતવણી આપી છેકે, વિધર્મીઓ ગરબામાં ઘૂસવા ન જોઈએ. ત્યારે નવરાત્રિમાં વિધર્મીઓની હાજરીને લઈ VHP અને બજરંગ દળે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. બજરંગ દળને બાતમી મળી હતી કે, કેટલાક લોકો ગેરકાયદે રીતે ગરબામાં ઘૂસી રહ્યાં છે. જેથી બજરંગ દળના સરપ્રાઈઝ ચેકિંગમાં બે વિધર્મી યુવકો પકડાયા હતા.



આ ગરબાના સ્થળ પર કેટલાક વિદ્યર્મી લોકોએ પ્રવેશ કર્યો હોવાની જાણ થતાં તપાસ કરતાં બે વિઘર્મી યુવક મળ્યા હતા, જેમની સાથે બોલાચાલી થઈ હતી, ત્યારે તેમાંથી એક યુવક ભાગવા જતાં બજરંગ દળના કાર્યકરો તેની પાછળ દોડ્યા હતા અને તેમની વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમજ કાર્યકર્તાઓએ વિધર્મી યુવકના કપડા ઉતરાવ્યા હતા.