જાવેદ સૈયદ, અમદાવાદ: ગુજરાતમાં દારૂથી માંડીને ડ્રગ્સ તમામ નશીલા પદાર્થો એકદમ સરળતાથી મળવા લાગ્યા છે. ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના મોટા શહેરોમાં તેમનું નેટવર્ક પાથરી દીધું છે. આવા નશીલા પદાર્થોના સેવનથી યુવાધન બરબાદીના રવાડે ચડી રહ્યું છે. ત્યારે આજે ફરી ગાંધીના ગુજરાતમાં બે યુવકોની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત એટીએસે વડોદરાથી પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સાથે બે યુવકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 163 ગ્રામ એમડી ડ્રગ કબજે કરવામાં આવ્યું છે. આ એમડી ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત 16 લાખ રૂપિયા છે.  

Bank માં ઓફિસરના પદ પર ભરતી, મળશે તગડો પગાર, જાણો ડીટેલ્સ


પ્રાપ્ત માહિતી અનુસાર એટીએસના અધિકારીઓ ઓપરેશન હાથ ધરીને બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. બંને યુવકો ઇન્દોરથી એમડી ડ્રગ્સ અમદાવાદ ડિલિવરી આપવા આવ્યા હતા. ત્યારે ગુજરાત એટીએસ દ્રારા એમપીના અમાન અને રિઝવાનને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી.


ધરપકડ બાદ પૂછપરછ તેમણે ખુલાસો કર્યો હતો કે તેમણે એમપીના ડ્રગ્સ ડીલર આમીર લાલા પાસેથી ડ્રગ્સની ખરીદી કરી હતી હતી. અને તેઓ ડ્રગ્સની ડિલિવરી વડોદરા અને અમદાવાદ કરવાના હતા. 


બંને જણાએ પુછપરછમાં ખુલાસો કર્યો હતો કે માદક પદાર્થ બંને આમીરખાન લાલ ઈન્દોરથી લાવ્યાં હતાં અને લાલ ટી શર્ટ અને માથા પર કાળી કેપ પહેરીને વડોદરા આવેલા એક વ્યક્તિને આપવાના હતા. જો કે, આ પહેલા જ અધિકારીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ અધિકારી દ્વારા બંનેને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી આરંભી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube