અમદાવાદઃ રાજ્યના અનેક શહેરોને સ્વાઈન ફ્લૂએ પોતાના ભરડામાં લીધું છે. આજે રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી બે લોકોના મોત થયા છે. વડોદરામાં 55 વર્ષીય પુરૂષનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. તો રાજકોટમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. વડોદરામાં અત્યાર સુધી સ્વાઇન ફ્લૂને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યો છે. 18 લોકોનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તંત્રએ આ માટે તાત્કાલિક બેઠક બોલાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં વધુ એક દર્દીનું સ્વાઈન ફ્લૂના કારણે મોત થયું છે. સારવાર લઈ રહેલા એક દર્દીનું સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યું થયું છે. તો સ્વાઈન ફ્લૂના વધુ 2 પોઝિટીવ કેસ નોંધાયા છે. પોરબંદના પુરુષ અને જામનગર જિલ્લાની એક મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ રાજકોટમાં 23 દર્દીઓ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂની સારવાર લઈ રહ્યા છે. આ સાથે રાજકોટમાં સ્વાઈન ફ્લૂના કેસનો કુલ આંક 38 પર પહોંચ્યો છે જેમાંથી 3 લોકોના મોત થયા છે.


ગોંડલમાં ગર્ભવતી મહિલાને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ તેની તાત્કાલિક ડિલિવરી કરવામાં આવી હતી. હાલ મહિલાની પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તો નવજાત શિશુને પણ ICUમાં ખસેડવામાં આવ્યું છે.


પંચમહાલ જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. ગોધરાના 5 વર્ષના બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.