અમદાવાદ લીંબડી હાઈવે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત; 10 થી વધુ ઇજાગ્રસ્ત
અમદાવાદ લીંબડી હાઈવે ઉપર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
મયુર સંધિ/ સુરેન્દ્રનગર: અમદાવાદ લીંબડી હાઈવે ઉપર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને પગલે લીંબડી પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ લીંબડી હાઈવે પર ખાનગીર લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મુંબઇથી પોરબંદર જતી ખાનગી લકઝરી બસને અમદાવાદ લીંબડી હાઈવે ઉપર અકસ્માત નડ્યો હતો. કાનપર ગામના પાટીયા નજીક પસાર થતી ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માતની ઘટનામાં સ્થળે બે લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માતની ઘટનામાં 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે.
ગમખ્વાર અકસ્માત: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ, એકનું મોત
તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત થતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. અકસ્માત અંગે 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી. 108 અને લીંબડી પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. આ મામલે પોલીસે બે લોકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. જો કે, ખાનગી લકઝરી બસમાં સવાર 30 થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube