પાલનપુર-આબુરોડ હાઈવે પર થયો ગમખ્વાર અકસ્માત, બે લોકોના ઘટનાસ્થળે મોત
પાલનપુર આબુ રોડ પર કાર ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો.
અલ્કેશ રાવ/પાલનપુર: પાલનપુર આબુ રોડ પર કાર ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. કાર પરથી ડ્રાઇવરે કાબૂ ગુમાવી દેતા કાર પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા અમીરગઢ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને મૃતકોને પી.એમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે, કે પાલનપુર આબુ હાઇવે પર અવાર નવાર અકસ્માત થતા રહે છે. અમીરગઢ પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.