રાજકોટ બન્યું નશાનું હબ, 2100 કિલો ગાંજા સાથે બેની ધરપકડ
રાજકોટ દિવસે ને દિવસે નશાનું હબ બનતું જાય છે. છેલ્લા થોડા દિવસથી રાજકોટમાંથી નશાકારક પદાર્થ ઝડપાવાનું ચાલું છે.
રાજકોટઃ છેલ્લા થોડાદિવસથી રાજ્યમાં નશાકારક પદાર્થની હેરાફેરી વધી ગઈ છે. છેલ્લા થોડાદિવસમાં રાજકોટમાં ગાંજો-ચરસ સહિત અનેક નશાકારક પદાર્થનો મોટો ઝથ્થો ઝડપાયો છે. તો આજે રાજકોટ પોલીસે આણંદ પાસેથી બાતમીના આધારે 2100 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. તેની સાથે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આ બન્ને અગાઉ પણ ગાંજાના કેસમાં ઝડપાઇ ચુક્યા છે. મોટા પ્રમાણમાં ગાંજો આવવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને SOG દ્વારા ટીમને રવાના કરી દેવામાં આવી હતી. ત્યારે આરોપીઓની પૂછપરછમાં મોટુ નેટવર્ક આવી શકવાની શકયતા સેવવામાં આવી રહી છે.
થોડા દિવસ પહેલા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી પોલીસે ગાંજા-ચરસ સાથે ઘણા આરોપીઓની ધરપકડ કરી હતી. આ મહિલાની પૂછપરછમાં તેણીએ તેની પુત્રી મદીના નામ આપ્યું હતું. ત્યારબાદ પોલીસે મદીના તેનાં પતિ ઉસ્માન લધરભાઈ જુણેજા, પુત્રી અફસાના સલીમ કયડા અને સબંધીએવો ૧૭ વર્ષનાં નોકરને ઝડપી લીધા હતાં. જુણેજા દંપતિને જંગલેશ્વર વિસ્તારમાં સાવરણીનું કારખાનું છે તેનાં ઓઠા હેઠળ ગાંજાનું સૌરાષ્ટ્રવ્યાપી નેટવર્ક છેલ્લા ઘણાં વખતથી ચલાવતાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. 'ઓપરેશન બ્લેક હોક' ના નામથી આ આખુ ઓપરેશન પોલીસે પાર પાડયું હતું. શહેરમાં છેલ્લા વીસેક દિવસમાં જ ૧ કરોડથી વધુ રકમનું ડ્રગ્સ પકડાતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે.