કેતન બગડા/રક્ષિત પંડ્યા(રાજકોટ): શુક્રવારે સિંહોની પજવણી કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક સિંહ અને ચાર સિંહ બાળની પાછળ વાહન દોડાવામાં આવી રહ્યું હતું અને સાથે જ તેમનો વીડિયો ઉતારવામાં આવી રહ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને વીડિયો બનાવનાર વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વન વિભાગે વીડિયો મેળવીને સૌ પ્રથમ તો આ વીડિયો કયા સ્થળનો છે તે જાણવા પ્રયાસ કર્યા હતા. જેમાં સિંહોની પજવણીનો આ વિડીયો રાજુલા નજીક આવેલ પીપાવાવ પોર્ટનો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ રાજુલા વનવિભાગ દ્રારા અલગ અલગ ટીમો બનાવી પીપાવાવ પોર્ટ વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. 


ગુજરાતી લોક ગાયિકા મીનાબેન પટેલનું ઓસ્ટ્રેલિયામાં નિધન


વિસ્તૃત તપાસ કરતા જાણવા મળ્યું કે, સિંહોની પજવણીની આ ઘટના રાજુલાથી પીપાવાવ વચ્ચે  23 તારીખની છે. જેમાં એસટી બસ રિવર્સ લઇને સિંહને પજવણીનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આથી, વન વિભાગે વધુ તપાસ હાથ ધરીને 23 તારીખના રોજ આ માર્ગેથી પસાર થનારી એસટી બસની વિગતો મેળવવામાં આવી હતી. 


જયંતી ભાનુશાલી હત્યાઃ શાર્પ શૂટરના CCTV ફૂટેજ બહાર આવ્યા


વિગતોમાં જાણવા મળ્યું કે, રાજુલાથી પીપાવાવ પોર્ટ તરફ જતી બસના મુસાફરોએ આ વીડિયો બનાવ્યો હતો. આથી, વન વિભાગે બિન જામીનપાત્ર ગુના હેઠળ આ વીડિયો બનાવનારા ભાર્ગવ પરમાર અને બસ ડ્રાઈવર સુલેમાન કલાણીયાની ધરપકડ કરીને આગળ વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...