સોનગઢઃ સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પરથી આંગડિયા પેઢીના બે કર્મચારી 2.45 કરોડની રોડક રકમ સાથે ઝડપાતાં ચકચાર મચી છે. સોનગઢ પોલીસ સ્ટાફ દ્વારા વાહનચેકિંગ દરમિયાન લક્ઝરી બસમાં બે વ્યક્તિનો વ્યવહાર શંકાસ્પદ જણાતા તપાસ કરતાં આ રકમ મળી આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પરથી આંગડિયા પેઢીના બે કર્મચારીઓ રોકડા રૂપિયા 2,45,50,000 સાથે ઝડપાયા હતા. સોનગઢ પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ વાહનચેકીંગ દરમિયાન સવારે 10 કલાકે લક્ઝરી બસમાંથી રોકડા રૂપિયા સાથે બે ની અટકાયત કરવામાં આવી હતી. 


સોનગઢ પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા બે શખ્સોએ જણાવ્યું કે આ રૂપિયા A-PATELઆંગડિયા પેઢીના છે અને તેઓ તેના કર્મચારી છે. તેઓ આ રોકડ રકમ મહારાષ્ટ્રથી સુરત લઈ જતા હતા. 


તેમની પાસેના થેલામાં રૂ.500 અને રૂ.2000ની ચલણી નોટો હતી. આથી, પોલીસ તેની મશીનથી ગણતરી કરવા માટે  સોનગઢની એસબીઆઈ બેંકમાં લઈ ગઈ હતી. મશીન દ્વારા ગણતરી કૂલ રૂ.2,45,50,000 ની ચલણી નોટો હોવાનું માલુમ પડ્યું હતું. 


પોલીસ હાલ આંગડિયા કર્મચારીઓની વધુ પૂછપરછ કરી રહી છે કે તેઓ આ રકમ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવા જઈ રહ્યા હતા. આ સાથે જ ઈન્કમટેક્સ વિભાગને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે.