દાણચોરીની નવી ટ્રીકઃ સોનાની ચોકલેટ બનાવી પેટમાં ગળી ગયા
તેજશ મોદી/સુરતઃ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીનો ગજબનો કિસ્સો જોવા મળ્યો છે. બે વ્યક્તિ સોનાની ચોકલેટ બનાવીને પેટમાં ગળી ગયા હતા અને સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં કસ્ટમ વિભાગને શંકા થતાં તેમને પકડી લેવાયા હતા. ડોક્ટર પાસે સોનોગ્રાફી કરાવતાં તેમના પેટમાં ધાતુ જેવી વસ્તુ જોવા મળી હતી.
કસ્ટમ વિભાગે જ્યારે કડક હાથે બંને વ્યક્તિની પુછપરછ કરી તો બંનેએ કબુલ કર્યું કે તેઓ પેટમાં સોનું ભરીને આવ્યા છે. તેમણે સોનાની ચોકલેટ સાઈઝની લગડી બનાવી હતી અને તેને ગળી ગયા હતા. કસ્ટમ વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ આ બંને વ્યક્તિ શારજહાંથી આવેલી ફ્લાઈટમાં સુરત ઉતર્યા હતા.
સુરતમાં 8 માસના ગર્ભ સાથે મહિલાનો આપઘાત, પતિએ કહ્યું-પેટમાં રહેલુ બાળક મારું નથી
કસ્ટમ વિભાગને જ્યારે આ બંને વ્યક્તિ ઉપર શંકા ગઈ ત્યારે તેમનું ડોક્ટર પાસે પરીક્ષણ કરાવ્યું હતું. પેટમાં ધાતુ જેવી વસ્તુ દેખાતા તેમના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં સમીર સઈદ નામની વ્યક્તિના પેટમાંથી 400 ગ્રામ અને અહેમદ રહેમાન નામના વ્યક્તિના પેટમાંથી 150 ગ્રામ સોનુ મળી આવ્યું હતું.
કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, દાણચોરી કરીને લાવવામાં આવેલા આ સોનાની બજાર કિંમત રૂ.25 લાખ થવા જાય છે. ડોક્ટરો દ્વારા તેમનું ઓપરેશન કરાયું હોવાથી હાલ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. કસ્ટમ વિભાગે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
જુઓ LIVE TV.....