સુરત : રાજ્યના છેવાડે આવેલા અને સંઘ પ્રદેશ દમણને અડીને આવેલા વલસાડ જિલ્લામાં બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અજમાવવામાં આવતા હોય છે. ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવતી પોલીસ બુટલેગરોનો શિકાર બનતી હોય છે. આવી જ ઘટના વલસાડમાં પ્રકાશમાં આવી હતી. વલસાડ સીટી પોલીસના ટ્રાફિક જમાદારને બુટલેગરોએ કચડવાનો પ્રયાસ કર્યો હતો. બે પોલીસ કર્મચારીઓને ગંભીર રીતે ઘાયલ કરીને ગાડી ચાલક ફરાર થઇ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PATAN માં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર


વલસાડ શહેરમા ગાડીમાં દારૂ લઇ જતા સુરતના બે યુવકોએ તેમની ગાડીને રોકવાનો પ્રયાસ કરતા એક પોલીસકર્મી પર મોત નીપજાવવા ના ઇરાદે ગાડી ચડાવી કચડ્ડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સુરતના બંને યુવકો વિરુદ્ધ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એક પોલીસકર્મી પર ગાડી ચલાવી અને તેમની હત્યાનો પ્રયાસ બદલ ફરિયાદ દાખલ કરી હતી. બનાવની વિગત મુજબ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયંતીભાઈ ભૂનેતર વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ફરજ પર હતા. દરમિયાન વાપી તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી એક કારને રોકી હતી. કારની તપાસ કરતા કારમાંથી 8 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.. જેથી કારમાં બેઠેલા યુવકો જયેશ ઈશ્વર પટેલ અને અરુણ પટેલને દારૂના જથ્થાને વલસાડ સિટી પોલીસ સ્ટેશન લાવી રહ્યા હતા. ત્યારે અચાનક જ પોલીસ કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનની સામે ગાડીમાંથી ઉતરતાની સાથે જ બન્ને આરોપીઓએ ગાડીને પુરપાટ વલસાડના જાહેર રસ્તા પર ભગાવી હતી. જોકે પોલીસે પીછો કરતા ટ્રાફિક સિગ્નલ પર રોકાયેલી આરોપીઓની કાર આગળ જઈને કોન્સ્ટેબલે  રોકવાનો પ્રયાસ કરતા આરોપીએ તેના પર ગાડી ચડાવી દીધી હતી. 


GUJARAT CORONA UPDATE: નવા 25 કેસ, 20 રિકવર થયા, ઐતિહાસિક 18 લાખથી વધારે ડોઝ અપાયા


આમ દારૂના જથ્થા સાથે ભાગી રહેલા બંને યુવકોને રોકવા પોલીસ કોન્સ્ટેબલ તેમની ગાડીના બોનેટ પર લટકી ગયા હતા. જો કે આરોપીઓએ પુરઝડપે ગાડી ભગવતા પોલીસ કોન્સ્ટેબલને ઇજા થઇ હતી. કોન્સ્ટેબલને ટક્કર મારી આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ફરાર થયેલા બંને આરોપીઓને શોધવા વલસાડ પોલીસે તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ વલસાડ એલસીબી પોલીસે કોન્સ્ટેબલ પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર સુરતના જયેશ ઈશ્વરભાઈ પટેલ અને અરુણ પટેલ નામના બંને યુવકોની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક માહિતી મુજબ ઝડપાયેલા બંને યુવકો પૈકી એક નોનવેજની લારી ચલાવે છે જ્યારે અન્ય સેલ્સમેનનું કામ કરે છે. આ બંને આરોપીઓ દમણ ફરવા ગયા હતા. ત્યાંથી પોતાની ગાડીમાં વિદેશી દારૂની 8 બોટલ લઈને સુરત તરફ જઇ રહ્યા હતા.


ગુજરાતમાં બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો હાઇવે, આજે એક સાથે ચાર રેકોર્ડ બન્યા


વલસાડ માં પોલીસ કોન્સ્ટેબલે રોકવાનો પ્રયાસ કરતા તેના  પર જ ગાડી ચડાવી તેની હત્યા નીપાજાવવા ની કોશિશ કરી હતી. જેથી પોલીસે આ બંને આરોપીઓને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા છે. તેમના વિરુદ્ધ પોલીસ કર્મીના હત્યાના પ્રયાસ અને વિદેશી દારૂની હેરાફેરીનો ગુનો નોંધી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube