બુરહાન પઠાણ/આણંદ: આણંદ શહેરમાં બાલુપુરા અને તાસ્કંદ પાસે કુમાર શાળા વિસ્તારમાંથી કોલેરાનાં બે પોઝીટીવ કેસ મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે અને આણંદ શહેર તેમજ આસપાસના 10 કિલોમીટરના વિસ્તારને કોલેરા ભય ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય મૂળના અબજપતિએ નામ ડૂબાડ્યું, નોકરો કરતા કૂતરા પર વધુ ખર્ચો કરનારા હવે જેલમાં


આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર દોડતું થઈ ગયું હતું. 


જુલાઈમાં મિથુન રાશિમાં લાગશે ગ્રહોનો જમાવડો, 3 ગ્રહ મળી ચમકાવી દેશે 4 જાતકોનું ભાગ્ય


આણંદ શહેરના ઇસ્માઇલનગર, મેલડી માતા ઝુંપડપટ્ટી વિસ્તાર, પાધરિયા સહિત ઉંલટી શહેરી વિસ્તારમાંથી દૈનિક ઝાડા ઉલ્ટીના કેસ આવી રહ્યાં છે. આણંદ શહેરના અર્બન હેલ્થ સેન્ટરોમાં છેલ્લા પાંચ દિવસથી દૈનિક 25થી વધુ કેસ ઝાડા ઉલ્ટીના આવી રહ્યાં છે. 10 થી વધુ દર્દીઓના સેમ્પલ લઇને તપાસ માટે મોકલી આપ્યાં હતા. જેમાં બેના રીપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય  વિભાગે તાત્કાલિક નગરપાલિકાને પાણીની પાઇપો લાઇનોની ચકાસણી કરીને લીકેજ બંધ કરી દેવા તેમજ નિયમિત સાફ સફાઇ કરવાની સુચના આપવામાં આવી છે. 


હજ કરવા ગયેલા 1126 લોકોના મોતનું કારણ સામે આવ્યું, સાઉદી પર આરોપ લાગ્યો તો ખોલી પોલ


આણંદ શહેરના ચાર અર્બન સેન્ટરમાં સૌથી વધુ ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયા છે. જ્યારે આણંદ શહેરની જનરલ હોસ્પિટલમાં શહેરના 10 અને ગ્રામ્ય વિસ્તારના 10 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. જ્યારે ખાનગી દવાખાનાનો આંકડો 50થી વધુનો છે. આરોગ્ય વિભાગની. ટિમો દ્વારા કોલેરા ગ્રસ્ત વિસ્તારમાં તેમજ કોલેરા પોઝીટીવ દર્દીના પરિવાર તેમજ આસપાસના વિસ્તારોમાં તેમજ ન ઇસ્માઇલનગર વિસ્તારમાં તપાસ કરતાં કેટલાક વિસ્તારમા છેલ્લા કેટલાંક દિવસથી પીવાનું પાણી દુષિત આવતું હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત પરીખ ભુવન, મેલડી માતા ઝુંપડપટ્ટી અને જૂના દાદર વિસ્તારમાં અસહ્ય ગંદકી અને દુષિત પાણીના પગલે રોગચાળો વકર્યો હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. 


આ વસ્તુઓ ખાવી એટલે કેન્સરને સામેથી આપવું આમંત્રણ, ખાતા હોય તો આજથી કરી દેજો બંધ


શહેરનાં.10 કિલોમીટરનાં વિસ્તારમાં કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવતા. નગર પાલિકાની ટિમો દ્વારા આજે શેરડીના રસના કોલા, સરબતની લારીઓ, પાણી પુરીની લારીઓ, કેરીના રસના ઠેલાઓ તાત્કાલિક અસરથી બંધ કરી દીધા હતા. અને કેરીના રસનો નાશ કરવામાં આવ્યો હતો.