અમદાવાદ : અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ઉતરાયણની પૂર્વ સંધ્યાએ એક કરૂણાંતિકા ઘટી છે. અહીં પતંગ લૂંટવા જતા બે સગાભાઇઓનાં મોત નિપજ્યાં હોવાની કરૂણાંતિકા સામે આવી છે. વિરમગામની નુરી સોસાયટીમાં પતંગ ચગાવી રહેલા બે સગા ભાઇઓને ધાબાની નજીકથી પસાર થઇ રહેલા વિજ તારનો કરંટ લાગતા તેઓ બંન્ને કાળનો કોળિયો બની ગયા છે. આ બનાવની વિગતે મળતી માહિતી અનુસાર જિલ્લાના વિરમગામમાં આવેલી નૂરી સોસાયટીમાં જાવીદભાઇ મીરઝા પોતાનાં પરિવાર રહે છે. આ પરિવારમાં બે સંતાનો છે. મોહમ્મદ તુફેલ છે. પિતા જાવીદ અલીના પુત્રો આજે પતંગ ચગાવવા માટે ધાબા પર ગયા હતા. ત્યારે તેમનાં મોત નિપજ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત : ધાબા પર ડીજે વગાડવાનાં જાહેરનામા ભંગનો પ્રથમ કેસ નોંધાયો, જાણો ક્યાં?


ઘરના ધાબાના બીજા માળની પાસેના વિજતાર પસાર થતો હતો. દરમિયાન આ તાર નજીકથી પતંગ લૂંટવાની લ્હાયમાં મોહમ્મદ તુફેલ જાવેદ મીરઝા (ઉ.વ 17) અને મુંજામીર જાવીદ મીરઝા (ઉ.વ 18) ને કરન્ટ લાગ્યો હતો. કરન્ટના કારણે બંન્ને ભાઇઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જો કે ત્યાં સુધી પરિવારનાં સભ્યોને પણ આ અંગે માહિતી નહોતી. પરિવાર જ્યારે ઉપર પહોંચ્યો ત્યારે તેમના પર આભ ફાટી પડ્યું હતું. 


મોરના ઇંડા ચિતરવા ન પડે: પૌત્રી દાદા અમિત શાહની આંગળી પકડી જગન્નાથ મંદિર પહોંચી


દરમિયાન ઉતરાયણની પૂર્વ સંધ્યાએ ઘટેલી આ કરૂણાંતિકા બાદ એક જ પરિવારનાં બે કુળદિપક ઓલવાઇ જતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ હતી. બંન્ને મૃતક ભાઇઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં અગાઉ અમદાવાદ અને વડોદરામાં પતંગ લૂંટવા જતા બાળકોનાં મોત નિપજ્યાં હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube