ગુજરાતના પાટનગરમાંથી બે નરકંકાલ મળી આવતા ચકચાર, પોલીસના અંધારામાં ફાંફા
અડાલજ વિસ્તારમાંથી અવાવરું જગ્યા પરથી બે વ્યક્તિઓના કંકાલ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. અજણ્યા પુરુષ અને સ્ત્રીના આ કંકાલ હોવાનું પોલીસ માની રહી છે. જોકે અડાલજ પોલીસે પ્રાથમિક તબક્કે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યંત વિકૃત હાલતમાં મળી આવેલા બે વ્યક્તિઓના આ કંકાલ પરથી પોલીસે FSLની મદદથી પોસ્ટમોર્ટમ કરાવ્યું અને ઘટનાસ્થળે થી 2 સ્ત્રીની વીંટીઓ અને પુરુષના કપડાના અવશેષો કબજે લઇ તેની ઓળખ કરાવવા કવાયત હાથ ધરી છે.
મૌલિક ધામેચા/ગાંધીનગર : અડાલજ વિસ્તારમાંથી અવાવરું જગ્યા પરથી બે વ્યક્તિઓના કંકાલ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. અજણ્યા પુરુષ અને સ્ત્રીના આ કંકાલ હોવાનું પોલીસ માની રહી છે. જોકે અડાલજ પોલીસે પ્રાથમિક તબક્કે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યંત વિકૃત હાલતમાં મળી આવેલા બે વ્યક્તિઓના આ કંકાલ પરથી પોલીસે FSLની મદદથી પોસ્ટમોર્ટમ કરાવ્યું અને ઘટનાસ્થળે થી 2 સ્ત્રીની વીંટીઓ અને પુરુષના કપડાના અવશેષો કબજે લઇ તેની ઓળખ કરાવવા કવાયત હાથ ધરી છે.
JAMNAGAR મહારાજ પ્રત્યે પોલેન્ડ આજે પણ કૃતજ્ઞ, ટ્રામને દિગ્વિજયસિંહનું નામ અપાયું
પ્રાથમિક તબક્કે કંકાલની હાલત જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી પરંતુ પોલીસનું માનવું છે કે પહેલા આ વ્યક્તિઓની હત્યા કરી મૃતદેહને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે છે. જેથી પુરાવાનો નાશ થાય. અંદાજિત સાતેક દિવસ પહેલા હત્યા કરી બન્ને માં મૃતદેહ અવાવરુ જગ્યાએ ફેંકી દીધા હોવાનું પોલીસ માની રહી છે. ત્યારે હાલ મૃતદેહના અવશેષો પરથી ઓળખ કરવા પોલીસે વીંટી અને પુરુષના પેન્ટના અવશેષો જાહેર કરી હકીકત અંગે જાણકારી આપે તેવી અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube