Surat News : ગુજરાતી ગરબા ક્વીન કિંજલ દવે સુરતીઓને ગરબાના તાલે ડોલાવી રહ્યાં છે. ત્યારે સુરતના હજારો ખેલૈયાઓની મોજ વચ્ચે ગરબા ગ્રાઉન્ડ પરથી સાપ નીકળવાની ઘટના બની રહી છે. સુરતના પાલ વિસ્તારમાં ગૌરવ પથ રોડ ખાતે યશ્વી નવરાત્રિનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ગરબા ગ્રાઉન્ડ હવે સાપને કારણે ચર્ચામાં આવ્યું છે. બે દિવસ પહેલા આ ગરબા ગ્રાઉન્ડના સ્ટેજ પાસે સાપ ફરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે બે દિવસમાં ગ્રાઉન્ડ પરથી બીજો સાપ નીકળ્યો છે. બંને સાપ એક જ પ્રકારના છે, અને ભારત દેશમાં સૌથી ઝેરી પ્રકારના કહેવાતા સાપમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દિવસથી સોશિયલ મીડિયા પર ગરબાના સ્ટેજ પર સાપ ફરતો હોવાનો એક વીડિયો જબરદસ્ત રીતે વાયરલ થયો હતો. ત્યારે આ વીડિયો કિંજલ દવેના ગરબા ગ્રાઉન્ડનો હતો. અડાજણ પાલ ગૌરવ પથ ખાતે કિંજલ દવેની નવરાત્રીમાં વધુ એક વખત અત્યંત ઝેરી સાપ નીકળ્યો છે. હજારોની ભીડ વચ્ચે ખડચીતરો નામનો અત્યંત ઝેરી સાપ ગ્રાઉન્ડ પરથી નીકળ્યો હતો. ફાયરના લાશ્કરોએ ઝેરી સાપનું રેસ્ક્યુ કર્યું હતું. જો થોડી શરત ચૂક થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. 


અમૂલે છાશનું 10 રૂપિયાનું પાઉચ બંધ કર્યું, નવું પાઉચ આ ભાવે વેચાશે


હજી બે દિવસ પહેલા પણ અહીંયા મુખ્ય સ્ટેજ નીચેથી કલોતરો સાપ નીકળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સુરતમાં યશ્વી નવરાત્રિમાં 10 હજારના ક્રાઉડ અને CPની હાજરી વચ્ચે મેઈન સ્ટેજ પાસે કોમન ક્રેટ પકડાયો હતો. 


સાપ નીકળ્યો તે દરમિયાન પોલીસ કમિશનર સ્ટેજ પર બેઠા હતા
નવરાત્રિના સાતમા નોરતે સુરતના યશ્વી નવરાત્રિના ગરબા ગ્રાઉન્ડ પર ગરબા દરમિયાન સ્ટેજ નીચેથી સાપ પકડાયો હતા. કોમન ક્રિએટ નામનો ઝેરી સાપ દેખાતા લોકો ગભરાયા હતા. આ સાપ અત્યંત ઝેરી હોય છે. ચાર ભારતીય સાપ પૈકી આ સાપ અત્યંત ઝેરી હોય છે. ચિંતાની બાબત એ હતી કે, સાપ નીકળ્યો તે દરમિયાન પોલીસ કમિશનર સ્ટેજ પર બેઠા હતા. જોકે, સાપ ધ્યાને આવતા ફાયર વિભાગે સાપને રેસ્ક્યૂ કર્યો હતો.