નવનીત દલવાડી, ભાવનગરઃ ભાવનગર અને સુરેન્દ્રનગરના લોકો માટે સારા સમાચાર છે. ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા વચ્ચે 9 ઓગસ્ટથી બે વિશેષ ટ્રેન દોડવાની છે. આ ટ્રેન શરૂ થતાં અનેક લોકોને ખુબ ફાયદો થવાનનો છે. પશ્ચિમ રેલવેએ ભાવનગર-સુરેન્દ્રનગર વચ્ચે આ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે નવી ટ્રેન થશે શરૂ
ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા વચ્ચે આ બે વિશેષ ટ્રેન 8 ઓગસ્ટથી શરૂ થવાની છે. યાત્રીકોની માંગને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવેએ ભાવનગરથી સુરેન્દ્રનગર અને પાલિતાણા વચ્ચે આ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 09534 ભાવનગર-સુરેન્દ્રનગર દૈનિક લોકલ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી 14:00 કલાકે ઉપડશે અને 18:05 કલાકે સુરેન્દ્રનગર પહોંચશે.


આ પણ વાંચો- ગુજરાતી હોવાનું ગૌરવ લો છો, તો વિદેશ ફરતા પહેલા આ ચાર હેરિટેજ સાઈટની અચૂક મુલાકાત લો 


ટ્રેન નંબર 09527 સુરેન્દ્રનગર-ભાવનગર દૈનિક લોકલ સ્પેશિયલ સુરેન્દ્રનગરથી 18:30 કલાકે ઉપડશે અને 23:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. ટ્રેન નં. 09510 ભાવનગર-પાલિતાણા દૈનિક સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દરરોજ 06.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 07.45 કલાકે પાલિતાણા પહોંચશે. ટ્રેન નં. 09509 પાલિતાણા-ભાવનગર દૈનિક સ્પેશિયલ પાલિતાણાથી દરરોજ 08.20 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 09.55 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. 
ઉપરોક્ત બંને ટ્રેનો 9 ઓગસ્ટ 2021થી આગળની સૂચના ના મળે ત્યાં સુધી ચાલુ રહેશે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube