Kheda News : ખેડા તાલુકાના હરિયાળા પાટીયા પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખેડા હરિયાળા બ્રિજ પર આ ઘટના બની હતી. બે ટ્રક સામસામે અથડાતાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાયો હતો. ડ્રાઈવરના શરીરનો અડધો ભાગ કેબિનમાં ફસાઈ ગયો હતો. બે કલાકની જહેમત બાદ ફસાયેલા ટ્રક ડ્રાઈવરનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડાના હરિયાળી પાટીયા પાસે બે ટ્રક સામસામે અથડાયા હતા. બંને ટ્રકના બ્રિજ પર અક્સ્માત થતાં જ મોટો ધડાકો થયો હતો, જેથી આસપાસના સ્થાનિકો અવાજ સાંભળીને દોડી આવ્યા હતા. લોકોએ જોયું તો એક ટ્રકનો ડ્રાઈવર બહાર નીકળી શક્યો ન હતો. તે ટ્રકના કાટમાળ વચ્ચે બુરી રીતે ફસાઈ ગયો હતો. ટ્રકમાં ફસાયેલ ડ્રાઈવરને બહાર કાઢવાના સ્થાનિકોએ અનેક પ્રયાસો શરૂ કર્યા હતા. તો બીજી તરફ, અકસ્માતની જાણ થતાં જ 108 સેવા અને ખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. 


ગુજરાતમાં કોણ લાવી રહ્યું છે ફરીથી કોરોના? આ લોકોથી બચીને રહેજો


ટ્રકમાં ફસાયેલ ડ્રાઈવરને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. આ માટે સ્થાનિકો પણ મદદે આવ્યા હતા. સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા દોરડા વડે ટ્રકના આગળના ભાગને ખેંચવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. લગભગ બે કલાકની જહેમત બાદ ફસાયેલ ટ્રક ડ્રાઈવરને ટ્રકમાંથી રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. 


ટ્રકમાં બે કલાક ફસાયેલો હોવાથી ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત ટ્રક ડ્રાઈવરને તાત્કાલિક 108 દ્વારા ખેડા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતના બે કલાક સુધી ખેડાના જૂના બ્રિજનો વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. અકસ્માતના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી.


Amul એ પશુપાલકોની આપી મોટી ખુશખબરી : દૂધના ભાવમાં વધારો કર્યો, બીજી પણ મોટી જાહેરાત