નવસારીમાં પ્રજાસત્તાક દિને પ્રતિમાને હાર પહેરાવતા સમયે બની દુર્ઘટના, બે મહિલા કોર્પોરેટર સીડી પરથી પડ્યા
Navsari Republic Day Celebration : નવસારીના જ્યુબિલિ બાગમાં ગણતંત્ર દિવસે મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને હાર પહેરાવતા સીડી તૂટી, બે મહિલા કોર્પોરેટર ઘાયલ
Republic Day 2023 ઘવલ પારેખ/નવસારી : આજે દેશભરમા આન બાન શાનથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. તો ગુજરાતમાં પણ શાનથી ઉજવણી કરાઈ રહી છે. ત્યારે નવસારીમાં ગણતંત્ર દિવસે એક ઘટના બની હતી. નવસારી શહેરમાં જુબેલી ગાર્ડન વિસ્તારમાં બે કોર્પોરેટર જર્જરિત સીડી પરથી નીચે પટકાયા હતા. વોર્ડ નંબર 4 નાં કોર્પોરેટર કલ્પનાબેન રાણા અને વોર્ડ નંબર સાતના કોર્પોરેટર છાયાબેન દેસાઈ સીડી પરથી પડ્યા હતા.
આજે ગુજરાતના ગામે ગામે, નાકા પર દેશભક્તિ જોવા મળી રહી છે. લોકો ઉત્સાહથી ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારે નવસારી શહેરના જુબેલી ગાર્ડનમાં એક દુર્ઘટના બની હતી. ગણતંત્ર દિવસ હોવાથી સ્થાનિક ગાર્ડનમાં આવેલ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પ માળા પહેરાવતી વખતે સીડી અચાનક તૂટી પડી. સીડી પરથી પડતા બે કોર્પોરેટરોને ઇજા પહોંચી હતી. વોર્ડ નંબર 4 નાં કોર્પોરેટર કલ્પનાબેન રાણા અને વોર્ડ નંબર સાતના કોર્પોરેટર છાયાબેન દેસાઈ સીડી પરથી પડ્યા હતા. જેમાંથી એક કોર્પોરેટર ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
આ પણ વાંચો :
ગુજરાતના આ ગામમાં ઘરે ઘરે સૈનિક : ગામના સૂરજ દેવી માતા કરે છે સરહદ પર સૈનિકનું રક્ષણ
આ કારણે યોજાય છે ગણતંત્ર દિવસની પરેડ, શું હતું આ દિવસે ખાસ?
ઉલ્લેખનીય છે કે, નવસારી જીલ્લા કક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નવસારીના ચીખલી ખાતે કરાઈ હતી. જિલ્લા સમાહર્તાના અધ્યક્ષ પણા હેઠળ જિલ્લા કક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. જેમં જિલ્લા સમાહર્તા અમિત પ્રકાશ યાદવે તિરંગો લહેરાવી સલામી આપી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકની સાથે કલેક્ટર યાદવે પરેડનું અભિવાદન ઝીલ્યું હતું.
બોટાદ ખાતે રાજયકક્ષાના 74 માં પ્રજાસત્તાક પર્વની મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરાઈ છે. બોટાદના ત્રિકોણી ખોડિયાર મેદાન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ બાદ રાજયપાલ તેમજ મુખ્યમંત્રી ભવ્ય પરેડનું નિરીક્ષણ કરશે. અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ શો પણ યોજાશે.
આ પણ વાંચો : બોટાદમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિનની ઉજવણી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ફરકાવ્યો તિરંગો