ભાવનગર: પાલીતાણામાં (Palitana) એક જ પરિવારની બે મહિલાઓએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો (Suicide) પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જો કે, મહિલાઓને સારવાર અર્થે તાત્કાલીક ભાવનગર હોસ્પિટલમાં (Bhavnagar Hospital) ખસેડવામાં આવી છે. ત્યારે આ મામલે પોલીસને (Palitana Police) જાણ કરાતા પોલીસે મહિલાઓની પૂછપરછ સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ, પાલિતાણાના (Palitana) એક જ પરિવારની દેરાણી જેઠાણીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચેતનાબેન કોટિલા અને સેજલબેન કોટિલાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ (Suicide Attempt) કર્યો હતો. થોડા દિવસ પહેલા પેટ્રોલ છાંટી યુવાનને જીવતો સળગાવવાના મામલે 2009 માં ઉછીના આપેલા પૈસા પરત માંગતા યુવાને જાતે પેટ્રોલ છાંટી આત્મહત્યા (Suicide) કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.


આ પણ વાંચો:- રાજકોટની સમરસ હોસ્ટેલમાં ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તૈયાર, 1000 બેડની સુવિધા


મૃતક યુવાનના પરિવારના લોકો વારંવાર ઘરે આવી ગાળો બોલી ધમકી આપી રહ્યા છે. આજે સવારે મહિલાઓ ઘરે એકલી હતી ત્યારે 8-10 લોકો હથિયારો સાથે આવી ધમકી આપી હતી. જો કે, ધમકી આપતા બીકના કારણે દેરાણી જેઠાણીએ ઝેરી દવા પી લેતા બંનેને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જોકે આ મામલે જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube