મોરબી: આજકાલ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળી રહ્યો છે. વાંકાનેરના જોધપર ગામ પાસે એક ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ કુલ આઠ વ્યક્તિઓનો સંઘ પગપાળા ભૂજના જવાહરનગરથી ચોટીલા જવા માટે રવાના થયો હતો. કચ્છથી ચોટીલા ચાલીને જવાની માનતા પૂરી કરવા માટે સંઘ નિકળ્યો હતો જે અકસ્માતનો ભોગ બન્યો. આ અકસ્માતમાં રાજીબેન ભીમાભાઈ ચાડ (45) અને રાજીબેન શામજીભાઈ ચાડ (60)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. જ્યારે મોંઘીબેન ભગુભાઈ ડાંગરને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં.


ભગુભાઈ ડાંગરની ફરિયાદના આધારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે.