શ્રાવણમાં મંદિરની ભીડમાં દર્શન કરતા પહેલા સાવધાન, પ્રખ્યાત મંદિરમાં મહિલાના ગળામાંથી સોનાનો દોરો ચોરાયો
શ્રાવણ મહિનો હવે એક અઠવાડિયામાં આવશે. ત્યારે મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જામશે. જો તમે મંદિરની ભીડભાડમાં દર્શન માટે જતા હોય તો સાવચેતી રાખતો. ગુજરાતના પ્રખ્યાત મંદિરમાં દર્શન કરવા આવેલી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો ચોરાયો છે. યાત્રાધામ બહુચરાજી મંદિરમાં આ ઘટના બની છે. દર્શનાર્થે આવેલ મહિલાના ગળામાં રહેલ સોનાના દોરાની ચોરી થઈ છે. આ ચોરી CCTV માં કેદ થઈ છે.
તેજસ દવે/મહેસાણા :શ્રાવણ મહિનો હવે એક અઠવાડિયામાં આવશે. ત્યારે મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જામશે. જો તમે મંદિરની ભીડભાડમાં દર્શન માટે જતા હોય તો સાવચેતી રાખતો. ગુજરાતના પ્રખ્યાત મંદિરમાં દર્શન કરવા આવેલી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો ચોરાયો છે. યાત્રાધામ બહુચરાજી મંદિરમાં આ ઘટના બની છે. દર્શનાર્થે આવેલ મહિલાના ગળામાં રહેલ સોનાના દોરાની ચોરી થઈ છે. આ ચોરી CCTV માં કેદ થઈ છે.
વિરમગામથી દર્શન માટે આવેલ મહિલાએ પોતાના ગળાના દોરાની જાણ થતાં ફરિયાદ નોંધાવી હતી. બહુચરાજી પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે. બે શાતિર ચોર મહિલાઓએ અન્ય મહિલાના ગળામાં રહેલ સોનાના દોરાની ચોરી કરી છે. એક ચોર મહિલાએ સાડી ઊંચી રાખી અને બીજી મહિલાએ દોરાની ચોરી કરી હતી. આમ, નિજ મંદિરમાં ભીડ વચ્ચે બે મહિલાઓ ચોરી કરીને ફરાર થવામાં સફળ રહી હતી.
આ પણ વાંચો : તહેવારોની સીઝન આવતા પહેલા જ મોંઘવારીનો માર ઝીંકાયો, દૂધ-શાકભાજી બાદ હવે ખાવાનું તેલ પણ મોંઘું થયું
અમદાવાદના વિરમગામ ખાતે રહેતા સાધનાબેન અજીતભાઈ પટેલ ગુરુપૂર્ણિમાના દિવસે બહુચરાજી માતાના દર્શને ગયા હતા. તેઓ મંદિરમાં પ્રવેશ્યા ત્યારે ભારે ભીડ હતી. ત્યારે સાધનાબેન દાનપેટીમાં રૂપિયા નાંખવા માટે પોતાના પાકીટમાંથી રૂપિયા કાઢવામાં વ્યસ્ત હતા. આ સમયે પાછળથી આવેલી બે મહિલાઓએ નજર ચૂકવીને તેમના ગળામાઁથી સોનાની ચેન કાઢી લીધી હતી. માત્ર 31 સેકન્ડમાં બંને મહિલાઓએ આ ખેલ પાડ્યો હતો.
ત્યાર બાદ સાધનાબેને પોલીસ ફરિયાદ કરી હતી. તેમણે પોલીસ સ્ટેશનમાં કહ્યુ કે, તેમનો 13 ગ્રામનો 43 હજાર 800 રૂપિયાનો દોરો ચોરાયો છે. તેના બાદ પોલીસે સીસીટીવી ચકાસ્યા હતા, જેમાં બંને મહિલાઓ શિફતપૂર્વક ચોરી કરતી નજરે ચઢી હતી. પોલીસે અજાણી બે મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે.