કરણસિંહ ગોહિલ, સુરત: સુરતના પલસાણાની વિવેકલિન મિલમાં ડ્રમ મશીનનું પેકીંગ લીકેજ થતા 7 કામદારો દાઝ્યા હતા. આ તમામ કામદારોને સારવાર માટે ચલથાણ સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજ રોજ બે કામદારોનું મોત નિપજ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- એકસાથે 15 મુસાફરોનું સ્ક્રીનિંગ કરતું મશીન સુરત રેલવે સ્ટેશન પર ઈન્સ્ટોલ કરાયું


સુરતના પલસાણા ચાર રસ્તા પાસે વિવેકલિન મિલમાં 8 જૂનના રોજ વહેલી સવારે ડ્રમ મશીનના પેકીંગ લીકેજ થતા ગરમ પાણી તેમજ વરાળના ફૂવારા ઉડ્યા હતા. જેના કારણે 7 કામદારો દાઝી ગયા હતા. જો કે, આ મિલના ઇન્ચાર્જે તાત્કાલીક 108ને બોલાવી અને તમામ ઇજાગ્રસ્તોને ચલથાણ સંજીવ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


આ પણ વાંચો:- સુરત જિલ્લામાં નવા 78 કેસ નોંધાયા, 11 હીરાના કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં


જ્યાં તબીબ દ્વારા 2 કામદારની હાલત વધુ ગંભીર અને અન્ય 5ને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારે આજ રોજ આ 7 કામદારોમાંથી 2 કામદારોના મોત નિપજ્યા છે. જેમાં પલસાણાના બલેશ્વર ગામના રહેવાસી ઇકબાલ અને ઝકરીયા ચલથાણ સંજીવનીમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube