અમદાવાદ: રખિયાલમાં પરપ્રાંતિય યુવાને કર્યું બે વર્ષની બાળકીનું અપહરણ
શહેરના રખિયાલ વિસ્તારમાં રવિવારની મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. બાળકીના ઘર પાસેથી યુવકે તેનું અપહરણ કર્યુ હતું. જોકે સ્થાનિકો તેને જોઇ જતાં થોડેક દૂરથી તેને પકડી પાડ્યો હતો. લોકોનાં ટોળાંએ યુવકની પકડી પાડ્યા બાદ બાળકીને તેના પિતાને હવાલે કરી હતી અને અપહરણ કરનારને ઢોર માર મારીને પોલીસને હવાલે કર્યો હતો. અપહરણકર્તાએ દારૂના નશામાં ભાન ભૂલીને બાળકીનું અપહરણ કર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં રવિવારની મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. બાળકીના ઘર પાસેથી યુવકે તેનું અપહરણ કર્યુ હતું. જોકે સ્થાનિકો તેને જોઇ જતાં થોડેક દૂરથી તેને પકડી પાડ્યો હતો. લોકોનાં ટોળાંએ યુવકની પકડી પાડ્યા બાદ બાળકીને તેના પિતાને હવાલે કરી હતી અને અપહરણ કરનારને ઢોર માર મારીને પોલીસને હવાલે કર્યો હતો. અપહરણકર્તાએ દારૂના નશામાં ભાન ભૂલીને બાળકીનું અપહરણ કર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
રખિયાલ વિસ્તારમાં આવેલ કાસમ છીપાની ચાલીમાં રહેતા મુર્શિદહુસૈન શેખે રખિયાલ પોલીસ સ્ટેશનમાં એક યુવક વિરુદ્ધમાં અપહરણની ફરિયાદ કરી છે. મુર્શિદહુસૈન સિલાઇ કામ કરીને તેનું અને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. મુર્શિદહુસૈન તેની પત્ની અને બે વર્ષની પુત્રી ઝરિના સાથે રહે છે. ગઇકાલે રવિવારની રજા હોવાથી તે ઘરે હાજર હતો. દરમિયાનમાં મુર્શિદહુસૈનનો ભાઇ મુનાવર તેના ઘરે આવ્યો હતો. અને ઝરિનાને બહાર ફરવા માટે લઇ ગયો હતો. રાત્રે 11 વાગ્યાની આસપાસ મુનાવર ઝરિનાને ઘરની બહાર મૂકીને તેના કામથી જતો રહ્યો હતો.
એકતા યાત્રામાં અલ્પેશ ઠાકોરે આપ્યું તેના જ પક્ષ વિરૂદ્ધ વિવાદિત નિવેદન
ઝરિના ઘરના દરવાજા પાસે ઊભી હતી તે સમયે એક અજાણ્યો યુવક તેનું અપહરણ કરીને નાસી ગયો હતો. આજુબાજુમાં રહેતા લોકોએ આ યુવકને અપહરણ કરતાં જોઇ જતાં બુમાબુમ કરી હતી. લોકોએ યુવકનો પીછો કર્યો હતો અને થોડેક દૂર જઇને તેને પકડી પાડ્યો હતો. તેની ચુંગાલમાંથી ઝરિનાને છોડાવી હતી. લોકોએ યુવકને ઢોરમાર માર્યો હતો ત્યારે મુર્શિદહુસૈન અને મુનાવર પણ ઘટના સ્થળે આવી ગયા હતા.
અંબાજીમાં માતાજીને હાથી પર બેસાડી નગરચર્યા કરાવવામાં આવી, 56 શાકભાજીનો ભોગ ધરાવાયો
ત્યાર બાદ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. અપહરણની ઘટના અંગે રખિયાલ પોલીસને જાણ થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અપહરણ કરનાર યુવકની ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં લાવી હતી. તો બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા.