સુરત : શહેરમાં બે યુવાનોનો સોશિયલ મીડિયામાંમાં વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. સમયાંતરે અનેક વિવાદાસ્પદ વીડિયો સામે આવતા જ રહે છે. જો કે સુરતમાં હાલમાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક મિત્રના ખભા પર એક મિત્ર બેઠો હોય છે. એક હાથમાં પિસ્તોક અને બીજા હાથમાં સીગરેટ હોય છે. એક તરફ રાત્રી કર્ફ્યૂનું ઉલ્લંઘન અને બીજી તરફ કાયદો અને વ્યવસ્થા ઉપરાંત તમામ પ્રકારનાં આરટીઓના નિયમોને છાપરે મુકીને યુવાનો દ્વારા વીડિયો બનાવવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિ પોતાની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતો હતો, પત્નીએ ગર્લફ્રેન્ડની માતા સાથે શરૂ કર્યું એવું કામ...


આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ અને સમગ્ર તંત્ર પણ સફાળું જાગ્યું હતું. આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. જો કે આ વીડિયો કેટલી હદે વાયરલ થયો તેનો અંદાજ તે બાબત પરથી આવી શકે છે કે, આ બંન્ને આરોપી ઝડપાયા હોવાની માહિતી રાજ્યના ગૃહમંત્રીએ પોતે આપી હતી. આ ઉપરાંત વીડિયોમાં જે પિસ્તોલ દેખાઇ રહી હતી તે લાઇટર હોવાનું સામે આવ્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આવા ગુનાઓ બાબતે તેઓ ખુબ જ સચેત છે. આવું કંઇ પણ ચલાવી લેવામાં નહી આવે.


પ્રેમમાં પડેલા યુવક યુવતી કેનાલનાં કિનારે બાળક સાથે એવું કરતા મળી આવ્યા કે...


અત્રે ઉલ્લેખનીય છે કે, યુવાનો સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધઇ મેળવવા માટે કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. ત્યાર બાદ આ વીડિયો વાયરલ થતા તેમની વિરુદ્ધ સામાન્ય ગુનાઓ હેઠળ કાર્યવાહી થાય છે. જો કે આ વાયરલ વીડિયોના કારણે તેના ફોલોઅરની સંખ્યામાં મોટો વધારો થાય છે. આરોપીઓ જાહેરનામા ભંગ, માસ્ક નહી પહેરવા બદલ સામાન્ય દંડ જેવી સામાન્ય કાર્યવાહીથી છુટી જાય છે. પરંતુ તેના ફોલોઅરની સંખ્યામાં મોટો ઉછાળો આવી જાય છે. જેથી ફોલોઅર વધારવાની લ્હાયમાં આવી ઘટનાઓમાં ખુબ જ વધારો થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube