તૃષાર પટેલ, વડોદરા: લોકસભા ચૂંટણી 2019ને લઈને સમગ્ર દેશમાં મતદારોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે સવાયા ગુજરાતી તરીકે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014ની લોકસભાની ચૂંટણીમાં અચ્છે દિન આયેંગેનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. આજે પાંચ વર્ષ પછી દેશ સહિત ગુજરાતમાં સારા દિવસો આવ્યા હોવાની પ્રતીતિ નાગરિકો કરી રહ્યા છે. ચૂંટણીના સમયે જ વડોદરાના બે યુવકોએ ગુજરાતીમાં એક અનોખું રેપ સોંગ તૈયાર કર્યું છે. આ સોંગની પ્રેરણા અપના ટાઈમ આયેગા પરથી લેવામાં આવી છે અને બનેં યુવકોએ ગુજરાતી વર્જન સારા દિવસો આવ્યા હોવાની વાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આ મારી લડાઇ મારા લોકોના સન્માન માટેની છે: અલ્પેશ ઠાકોર


ગલી બોય ફિલ્મમાંથી પ્રેરણા લઈને અપના ટાઈમ આયેગા ગીતને વડોદરામાં બે યુવકોએ ગુજરાતી ભાષામાં પોતાની મૌલિકતાથી રજૂ કર્યું છે. આ ગીતના શબ્દો અને સંગીત પણ બે યુવકોએ જ આપ્યું છે. મૂળ નવસારીના રેડિયો જોકી તરીકે પ્રચલિત આર જે રોશન અને તેમના મિત્ર ડી.જે આદિએ આ ગીતને કંપોઝ કર્યું છે. ગીતની ખાસિયત એ છે કે ગુજરાતી ભાષામાં રેપ સ્ટાઇલથી આ ગીતને પ્રસ્તુત કરવામાં આવ્યું છે.


વધુમાં વાંચો: રાજકોટમાં 5 શખ્સો દ્વારા 2 યુવકો પર છરી વડે હુમલો, એકનું મોત


તો બીજી તરફ સમગ્ર દેશમાં ગુજરાતનું ગૌરવ વધ્યું છે અને દરેક જગ્યાએ ગુજરાતીઓ છવાયા છે એ પ્રકારે નિરૂપણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ફિલ્મના ગીતમાં અપના ટાઈમ આયેગા એ પ્રકારની ભવિષ્યની વાત વણવામાં આવી છે. તો આ ગુજરાતી રેપ સોંગમાં સારા દિવસો આવી ગયા હોવાની વાત કરી છે. મહત્વનું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી સમયે અચ્છે દિન ની વાતો કરી હતી.


વધુમાં વાંચો: બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસ અને ઠાકોર સેના વચ્ચે ત્રી-પાંખીઓ જંગ


આ સારા દિવસો મોદી સરકારને કારણે દેશમાં આવ્યા છે. ગુજરાતની જો વાત કરીએ તો પહેલા અને આજે પણ સારા દિવસો હતાં તેવા પ્રકારની લાગણી આ ગીતમાં વણી લેવામાં આવી છે. પાંચ વર્ષ પહેલા મોદી દ્વારા કહેવાય સારા દિવસોની શરૂઆત ગુજરાતમાં તો થઈ ચૂકી હોવાની રજૂઆત રોશન અને આદીએ પોતાના ગીતમાં કરી છે.


વધુમાં વાંચો: ડીસામાં બે ટ્રેલર વચ્ચે અકસ્માત, ટ્રેલરમાં આગ લાગતાં બે લોકોના મોત


ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સુરક્ષા સહિત અનેક બાબતોમાં બદલાવ આવેલ છે તેનો ઉલ્લેખ આ ગીત માં કરેલ છે. ચૂંટણીની જાહેરાત બાદ બને મિત્રોએ જાતે આ ગીતની રચના કરી અને તેને લયબદ્ધ કરી સંગીત સાથે લોન્ચ પણ કર્યું છે. દરેક ગુજરાતીના વ્યક્તિત્વને રજુ કરતા શબ્દો અને સવાયો ગુજરાતી હોવાનું ભાવનાત્મક નિરૂપણ આ ગીતમાં કરવામાં આવ્યું છે.


વધુમાં વાંચો: સુરત મનપાને હુડકોનો રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રની કામગીરીનો એવોર્ડ


આ ગીતના માધ્યમથી આ યુવકો નરેન્દ્ર મોદીની સરકારમાં ગુજરાત સહિત દેશમાં સારા દિવસો આવ્યા છે એવું જણાવી રહ્યા છે. ટૂંકમાં આ ગીત ગુજરાતી કોમ્યુનિટી અને નરેન્દ્ર મોદીને સંબધિત હોવાને કારણે આ ગીતને લાખો લોકોએ વખાણ્યું છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...