• ત્રંબાની આજી નદીમાં 7 યુવકો ન્હાવા પડ્યા હતા

  • ધુળેટી તહેવાર ઉજવણી બાદ નદીએ ન્હાવા જતા બની ઘટના

  • ગ્રામજનોએ બે મૃતદેહો કાઢી પોલીસને સોંપ્યા


ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ નજીક આવેલા ત્રંબા ગામે આજી નદીમાં નાહવા પડેલા બે યુવાનો ડૂબી જતા મોત નિપજ્યા છે. સાત યુવકો નાહવા પડ્યા હતા, જેમાંથી બે પરિવારના યુવાનો નદીમાં ડૂબી જતા રંગોત્સવનો તહેવાર બંને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રાંબાની આજી નદીમાં ધૂળેટી રમ્યા બાદ સાત જેટલા યુવાનો નાહવા પડ્યાં હતા. જે પૈકી બે યુવાનોના ડૂબી જતા તેમના મોત નિપજ્યા છે. રાજકોટના આજી ડેમ પાસે આવેલા શ્રીરામ પાર્કમાં બંને યુવાનો રહેતા હતા. અરજણભાઈ લખમણભાઇ ભુવા નામના 20 વર્ષીય યુવાનનું ડૂબી જતા મોત નિપજ્યું છે. જ્યારે કે તેની સાથે રહેલા કલ્પેશભાઈ જસ્મીન ભાઈ પ્રજાપતિ નામના એક 21 વર્ષીય યુવાનનું પણ ડૂબી જતા મોત નિપજ્યું છે. મૃત્યુ પામેલા બંને યુવકો જીગરજાન મિત્રો હતા. તેમને ડૂબતા જોઈ અન્ય મિત્રોએ આસપાસના ગ્રામજનોની મદદ માંગીને બચાવવા પ્રયાસ કર્યો હતો. પણ ગ્રામજનો મદદે આવે ત્યાં સુધીમાં નદીમાં ડૂબી જવાથી બન્ને મિત્રોના મોત થયા હતા.



સમગ્ર મામલાની જાણ ફાયરબ્રિગેડ તેમજ આજીડેમ પોલીસને જાણ થતાં ફાયર બ્રિગેડ તેમજ આજીડેમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંને યુવાનોની લાશને આજી નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ આજીડેમ પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. તો સાથે જ પંચનામાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બંને યુવાનોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમે ખસેડવામાં આવી હતી.