ઝી મીડિયા/બ્યૂરો: ધ્રાંગધ્રા કેનાલમાં બે યુવકો ડૂબવાની ઘટના સામે આવી છે. મોબાઈલમાં સેલ્ફી લેતા સમયે બંને યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા. જો કે, ત્યાં હાજર અન્ય એક યુવકની બુમો સાંભળી આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડ તેમજ પોલીસને જાણ કરી હતી. સ્થળે પહોંચેલી ફાયર ટીમ દ્વારા યુવાનોની શોધખોળ શરૂ કરાઈ હતી. જેમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય ડૂબનાર યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં નર્મદા કેનાલમાં બે યુવકોનો ગરકાવ થઈ ગયો હતો. જેમાં એકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવકની શોધખોળ ચાલી રહી છે. ત્યારે આ ઘટના શુક્રવાર સવાર 9.30 વાગ્યાની આસપાસની છે. તે દરમિયાન ત્રણ યુવકો નર્મદા કેનાલમાં અંદરના ભાગમાં બેસીને માછલાને ખાવાનું નાખતા હતા અને મોબાઇલમાં સેલ્ફી લઈ રહ્યા હતા અને સાથે વીડિયો પણ બનાવી રહ્યા હતા.


આ પણ વાંચો:- હવે ગીરના સિંહોને શિકારના શોધમાં જંગલની બહાર નહિ આવવુ પડે, આવી રહ્યો છે મોટો પ્રોજેક્ટ


જો કે, સેલ્ફી લેતી વખતે મસ્તી કરવા જતા અચાનક પગ લપસ્યો અને બે યુવાનો કેનાલમાં પડ્યા હતા. તે સમયે ત્યાં હાજર ત્રીજા યુવકે બુમા બુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. નર્મદા કેનાલમાં ડૂબનાર બે યુવાનોમાં એક યુવકનું નામ વિક્રમ મેગવાન (ઉં. 23) અને બીજાનું નામ જ્યોતિ મેગવાન (ઉં. 22) છે.


આ પણ વાંચો:- પતિએ પત્નીને કહ્યું- તારે ટુંકા કપડા પહેરવા હોય, તો જ મારી સાથે રે નહી તો...


ઉલ્લેખનીય છે કે, આ યુવકો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. તેઓ બે દિવસ પહેલા જ એક કંપનીમાં નોકરી લાગ્યા હતા. પરંતુ કેનાલની અંદરના ભાગમાં ઉભા રહીને સેલ્ફી લેવા અને વીડિયો બનાવવાના ચક્કરમાં આ યુવાનોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube