તેજસ દવે, મહેસાણાઃ આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં રીલ્સ અને સેલ્ફીનો ક્રેઝ ખુબ વધી ગયો છે. લોકો સેલ્ફી લેવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. ઘણીવાર કોઈક એવી જગ્યાએ સેલ્ફી લેવી ભારે પડતી હોય છે. આવી એક ઘટના મહેસાણા જિલ્લામાં સામે આવી છે. જ્યાં સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવ્યો
મહેસાણા જિલ્લાના વિજાપુરના આગલોડ ગામે ચાંદલા વિધિનો પ્રસંગ હોવાથી અમદાવાદથી બે યુવકો ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન બંને યુવકો ત્યાં આવેલી સાબરમતી નદીમાં પહોંચ્યા હતા. સાબરમતી નદીમાં સેલ્ફી લેવાના ચક્કરમાં બંને યુવકો ડૂબી ગયા હતા. નદીમાં પગ પલસી જતાં બંને ડૂબી ગયા હતા. ડૂબી જવાને કારણે બંને યુવકોના મોત થયા છે. 


આ પણ વાંચોઃ Rajkot: CM ભૂપેન્દ્ર પટેલે જ્યાં સફાઈ કરી તે બાલાજી મંદિર સામે હાઈકોર્ટમાં થઈ PIL


સેલ્ફી લેવા ગયા અને પગ લપસી ગયો
અમદાવાદથી આગલોડ ગામે પ્રસંગમાં હાજરી આપવા પહોંચેલા બંને યુવકો નદીમાં પહોંચ્યા હતા. ત્યાં સેલ્ફી લેવા જતાં પગ લપસી ગયો હતો. એક યુવક નદીમાં ડૂબી જતાં બીજો યુવક તેને બચાવવા જતાં ડૂબી ગયો હતો. ડૂબી જવાને કારણે બંનેના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ પહોંચી હતી. ફાયરના જવાનોએ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસે બંને યુવકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube