સાબરકાંઠા: સાબરકાંઠાની લાલપુર દીયોલી નદીમાં નાહવા પડેલા બે સગીરનાં મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જોકે, ઘટનાની જાણ થતા ઇડર ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી આવી હતી અને યુવાનોને બહાર નીકાળ્યા હતા. જોકે, બે યુવાનોના નદીમાં ડૂબી જવાથી મુત્યુ થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠાની લાલપુર દીયોલી નદીમાં નાહવા પડેલા બે સગીરનાં ડૂબી જવાથી મોત થયા છે. 15 અને 17 વર્ષીય બંને સગીર મિત્રો સાથે ચેકડેમમાં નાહવા ગયા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરાઈ હતી. જે બાદ પોલીસ દ્વારા ઇડર ફાયર બ્રિગેડને જાણ કરાતાં યુવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા.


આ પણ વાંચો:- વડોદરા પોલીસે ક્યાં ક્યાં નથી શોધ્યો આ ઠગબાજને, આખરે અહીંથી મળ્યો આ બિલ્ડર


પોલીસ દ્વારા બંને યુવાનોના મૃતદેહને પીએમ અર્થે ઈડર સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં ચેનવા સમાજના બંને યુવાનોના મૃતદેહ લાવતા લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતા. ચેનવા સમાજમાં એકસાથે સગીરવયના બે સગીર મોત થતાં પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube