ભૈડકુ ગુજરાતમાં અનેક રીતે બનતું હોય છે. ભૈડકુ એ ગુજરાતની એક પરંપરાગત, અદભૂત પણ છતાં વિસરાતી જતી વાનગી છે. આજે આપણે આ સ્વાદિષ્ટ વાનગી કેવી રીતે બનાવવી તે વિશે જાણીશું. ભૈડકુ સામાન્ય રીતે સાત ધાનમાંથી  બને છે. તો ચલો ફટાફટ આ માટે સામગ્રી જાણી લો અને બનાવવાની રીત પણ નોંધી લો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૈડકુ બનાવવા માટે સામગ્રી
એક કપ જેટલો સાત ધાનનો લોટ
3 કપ પાણી
2 ઝીણા સમારેલા ટામેટા
1 ઝીણી સમારેલી ડુંગળી
2 લીલા મરચા સમારેલા
1 ટી સ્પૂન લાલ મરચું
1 ટી સ્પૂન હળદર
2 ટેબલ સ્પૂન તેલ
કોથમીર, મીઠો લીમડો અને સ્વાદ મુજબ મીઠું. 


ભૈડકુ બનાવવાની રીત
સામગ્રી બરાબર લઈ લીધા બાદ હવે ભૈડકુ બનાવવાની રીત જોઈ લઈએ. આ માટે સૌ પ્રથમ તમે સાત ધાનના લોટને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ એક કડાઈમાં થોડું તેલ ગરમ કરો અને રાઈ, હિંગ અને મીઠો લીમડો, લીલી મરચું અને થોડો ગરમ મસાલો નાખીને વઘાર કરો. ત્યારબાદ ડુંગળી નાખીને બરાબર સાંતળી લો. ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં ટામેટા ઉમેરો અને થોડીવાર હજુ સાંતળો. 


હવે બીજી બાજુ તપેલીમાં પાણી ગરમ કરો (જેટલું ઢીલું રાખવું હોય તે પ્રમાણે પાણીનું માપ રાખવું). હવે સેકેલું ભૈડકુ તેમાં ઉમેરો અને વ્યવસ્થિત મીક્સ કરી લો. ત્યારબાદ તેમાં ગરમ પાણી ઉમેરતા જાઓ અને એક ધારે હલાવતા રહો. હવે તેમાં સ્વાદમુજબ મીઠું, મરચુ, હળદરના મસાલા એડ કરો. થોડીવારમાં ભૈડકુ તૈયાર થઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈને તેને કોથમીરથી ગાર્નિશ કરો. ભૈડકુ બાજરીનું પણ બનતું હોય છે. 


ભૈડકુ ખુબ જ પૌષ્ટિક વાનગી છે એટલે ગુજરાતની આ વિસરાઈ રહેલી વાનગીને તમારા ભોજનમાં આ શિયાળે પુરતું મહત્વ આપીને તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદા પણ લેવા જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube