AAP પાસેથી કોંગ્રેસ કોઈ પણ પ્રકારની મદદ લેશે નહીં, ગઠબંધનની વાત કરનારા ભરતસિંહનો `યુ-ટર્ન`
Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટીને લઈને ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મેં પહેલા જ કહ્યું કે આમ આદમી પાર્ટી ગાંધી વિરોધી પાર્ટી છે. ખાલિસ્તાન પાર્ટીને ગુજરાતમાં કોઈ સ્થાન નથી. મેં અગાઉ જનરલ નિવેદન આપ્યું હતું.
Gujarat Assembly Election 2022: મિશન 2022ના પ્રચારના ભાગરૂપે કૉંગ્રેસે ભાજપ સરકાર સામે આરોપનામું રજૂ કર્યું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રજા સમક્ષ ભાજપ સામેનું આરોપનામું રજૂ કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ભરતસિંહ સોલંકીએ મહત્વપૂર્ણ નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે.
ભરતસિંહ સોલંકીએ આ વિશે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જનતા જનાર્દન પોતાનું મન બનાવી રહી છે. પરંતુ આ વખતે પ્રજા બધી જ વસ્તુઓ ખુબ સારી રીતે જાણે છે. રાજકીય પક્ષ તરીકેની અમારી ભૂમિકા સાચી વાત રજુ કરવાની છે. માટે જ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે તહોમતનામું મૂકી રહી છે. જનતાના સહકારથી અમે એક મહિના પછી સરકાર બનાવીશું, ત્યારે પ્રજાને યોગ્ય સાબિત થવા માટે અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube