સુરતઃ ગુજરાતના સૌથી વ્યસ્ત એવા અમદાવાદના કાલુપુર અને સુરત રેલવે સ્ટેશનની સાથે ઉધના સ્ટેશન પણ વર્લ્ડ ક્લાસ બનશે. વેસ્ટર્ન રેલવેના જણાવ્યા મુજબ સુરતના ઉધના રેલવે સ્ટેશનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ફેસલિફ્ટ કરવામાં આવશે. રિ-ડેવલપમેન્ટ બાદ ઉધના સ્ટેશનનો વર્લ્ડ ક્લાસ સ્ટેશનની યાદીમાં સમાવેશ થશે. આ સ્ટેશનનું નિર્માણ કાર્ય માત્ર 24 મહિનામાં પૂર્ણ થશે. ઉધના બિઝનેસ સેન્ટર તરીકે ઓળખાય છે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, સ્ટેશનના પુનઃવિકાસથી મુસાફરોને અમદાવાદ, વડોદરા અને સુરત સ્ટેશન તેમજ ઉધના ખાતે વિશ્વસ્તરીય સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ સ્ટેશનના પુનઃવિકાસથી સ્થળાંતર કરનારા લોકોને ઘણી સુવિધા મળશે. ઉત્તર ભારતના બિહાર અને ઉત્તર પ્રદેશના મજૂરો મોટી સંખ્યામાં ઉધના રેલવે સ્ટેશનથી મુસાફરી કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ રેલ્વેના જણાવ્યા અનુસાર, દેશમાં કુલ 1275 રેલ્વે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમાંથી 87 રેલવે સ્ટેશન ગુજરાતમાં છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર, ઉધના રેલવે સ્ટેશનના પુનઃવિકાસ પર રૂ. 223.6 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સ્ટેશનને 24 મહિનામાં નવો લુક આપવામાં આવશે. ઠાકુરે કહ્યું કે આ દિશામાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ માટે સ્થળ સર્વેક્ષણ, જમીન પરિક્ષણની સાથે જીઓ-ટેક્નિકલ નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આટલું જ નહીં પશ્ચિમ બાજુના હાલના આરપીએફ ક્વાર્ટરને તોડી પાડવામાં આવ્યા છે. નવા ક્વાર્ટર બનાવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.


આ પણ વાંચોઃ થોડા વહેલા આવ્યા હોત તો ગુજરાત સરકારમાં હોત, પાટીલે આ કોને અફસોસ કરાવી દીધો


કેવું હશે નવું સ્ટેશન?
રેલ્વે સ્ટેશનની પૂર્વ અને પશ્ચિમ બંને બાજુએ નવી સ્ટેશન બિલ્ડીંગના વિકાસની દરખાસ્ત છે. પૂર્વ અને પશ્ચિમ બાજુઓ પરના સ્ટેશન બિલ્ડીંગોને FOBs દ્વારા એકબીજા સાથે સંકલિત/જોડવામાં આવશે અને ઉત્તમ કનેક્ટિવિટીની સુવિધા માટે ટ્રેક અને પ્લેટફોર્મ પર એર કોન્સર્સ પણ હશે. પ્લેટફોર્મ પર વધુ ભીડ ન થાય તે માટે પેસેન્જર સુવિધાઓ સાથે પ્લેટફોર્મ ઉપર પર્યાપ્ત કોન્કોર્સ/વેઇટિંગ સ્પેશ હશે. કોન્કોર્સ વિસ્તાર 2440 ચોરસ મીટરમાં ફેલાયેલો હશે. નવા સ્ટેશન સ્ટેશનને આર્કિટેક્ચર સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે સુનિશ્ચિત કરશે કે તે આગળના ભાગમાં ભવ્ય અને આકર્ષક ઇમારતનો દેખાવ રજૂ કરે છે. મુખ્ય સ્ટેશન બિલ્ડીંગની પૂર્વ તરફ ફરતા વિસ્તારમાં એક ક્લોક ટાવર હશે જે ઉધના સ્ટેશનનું પ્રતિકાત્મક પ્રતીક હશે. પશ્ચિમ તરફના અગ્રભાગની થીમ ઉધના શહેર જેવી જ હશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube