• UKના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન ગુજરાત આવશે

  • 21 એપ્રિલ ભારતના પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે

  • અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લે તેવી શક્યતા

  • બોરિસ જ્હોનસન નો 21 થી 24 એપ્રિલનો ભારત પ્રવાસ છે


ઝી મીડિયા/બ્યૂરો :નરેન્દ્ર મોદીના પીએમ બન્યા બાદ અન્ય દેશના વડાઓ પોતાના ભારત પ્રવાસ દરમિયાન ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે UKના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન ગુજરાતના પ્રવાસે આવશે. 21 એપ્રિલ ભારતના પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે. આવામાં તેઓ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લે તેવી શક્યતા છે. બોરિસ જ્હોનસન 21 થી 24 એપ્રિલ સુધી ભારતના પ્રવાસે છે. પીએમ મોદી સાથે બોરિસ જ્હોનસન ઉચ્ચસ્તરીય બેઠક કરશે. જેમાં બંને દેશોના સંબંધ મજબૂત કરવા ભાર મુકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન આ મહિનાના અંતમાં ભારતની મુસાફરી કરશે. આ મુસાફરી દરમિયાન બંને દેશોના સંબંધોને મજબૂતી મળશે. યુકે સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બોરિસ જોનસન આ સપ્તાહ પહેલીવાર દિલ્હી અને ગુજરાતનો પ્રવાસ કરશે. યુકે સરકારની પીએમ મોદી સાથેની બેઠકમાં વૈશ્વિક ચેલેન્જિસનો સામનો કરતા આર્થિક, રક્ષા, સુરક્ષા અને ટેકનિકલ સહયોગ પર વધુ ધ્યાન આપવામાં આવશે. 


આ પણ વાંચો : આ કંપનીની ઈલેક્ટ્રિક ગાડીમાં લાગી રહી છે આગ, માર્કેટમાંથી પરત ખેંચ્યા 3215 વાહનો


‘તું મારી ગર્લફ્રેન્ડ બની જા, તારો પતિ તને ખુશ નથી રાખતો’ કહીને સસરાએ ચારવાર પુત્રવધુ સાથે દુષ્કર્મ કર્યું