Surat News: યુકેની લેસ્ટર કોર્ટે જેને અતિ ક્રૂર જાહેર કરી ઉંમર કેદની સજા કટકારી હતી, તે ખૂંખાર કેદી હવે સુરતની લાજપોર જેલનો મહેમાન બન્યો છે. યુકે અને ભારત સરકાર વચ્ચે થયેલા સંધિ કરાર મુજબ કોઈ કેદીના એક દેશમાંથી બીજા દેશમાં જેલ ટ્રાન્સફરનો આ સંભવત: પહેલો કિસ્સો હોવાનું જાણવા મળે છે. બંને દેશની સરકા ને દેશની સરકારે કાયદેસરની પ્રોસિજર આટોપ્યા બાદ બ્રિટિશ એસ્કોર્ટ ભારતીય મૂળના કેદીને લઈ બાય એર દિલ્હી આવી હતી અને સુરત શહેર પોલીસે દિલ્હીથી બ્રિટિશ એસ્કોર્ટ પાસેથી સોમવારે સવારે કેદીનો કબજો મેળવ્યો હતો અને મંગળવારે સવારે સુરત ટ્રેનમાં આવી કેદીને લાજપોર જેલના હવાલે કરી દીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ડૉક્ટરો નહીં પણ ભૂવા દર્દીઓને સાજા કરશે! આવું અમે નહીં જોઈ લો સિવિલનો આ VIDEO


મૂળ વલસાડના વતની અને યૂકેના લેસ્ટરમાં રહેતા જીગુકુમાર સોરથીએ વર્ષ 2020માં તેની મગેતર ભાવિનીની કરપીણ હત્યા કરી હતી. માત્ર બે કલાકમાં જ જીગુકુમાર લેસ્ટર પોલીસે હત્યારાની ધરપકડ કરી હતી અને સપ્ટેમ્બર- ૨૦૨૦માં આ કેસમાં લેસ્ટર કોર્ટે જીગુ સોરઠીને ઉંમર કેદ એટલે કે ૨૮ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. સજા સંભળાવતી વેળા લેસ્ટર કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે, અત્યંત ભયાનક, ક્રૂરતા અને ભરેહમીથી કરાયેલી હત્યા છે, સુંદર અને પ્રતિભાશાળી યુવતી ઉજજવળ ભવિષ્યના સપના જોતી હતી. માતા-પિતા ધામધૂમથી લગ્ન કરવા માટે યુકેથી ભારત લઈ જવાના હતા, આરોપીનું આ કૃત્ય ફરતાપૂર્વક ગણાવી કોર્ટે ઉંમર કેદની સજા ફટકારી હતી. 


ઘરેથી નોકરીની શોધમાં નીકળ્યો યુવક; તાપી નદીમાંથી મૃતદેહ, જાણો રત્ન કલાકારની કહાની!


દરમિયાન 4 વર્ષથી યુકેની જેલમાં સબડી રહેલા જીગુ યુ સોરઠીના પરિવારજનોએ યુકે અને ભારત સરકારની સંધિ મુજબ ભારત દેશમાં જેલ ટ્રાન્સફર કરવા મંજૂરી માંગી હતી. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી સરકારી પ્રક્રિયાને અંતે બંને સરકારે સંમતિ આપતા આખરે જીગુને યુકેથી ભારતની જેલમાં ટ્રાન્સફર કરવાનો હુકમ કરાયો હતો. જે મુજબ બ્રિટિશ એસ્કોર્ટનો સ્ટાફ યુકેથી ફ્લાઈટમાં દિલ્હી આવ્યો હતો અને સુરત શહેર પોલીસ દિલ્હી જઈ એરપોર્ટથી બ્રિટિશ એસ્કોર્ટ પાસેથી કેદી જીગુનો કબજો મેળવી સુરત પરત ફરી હતી. 


ગુજરાતનું આ ગામ છે એશિયાનું સૌથી ધનવાન, જાણો 'સૌથી સમૃદ્ધ' ગામ કેવી રીતે બન્યું?


કેદીનો કબજો લાજપોર મધ્યસ્ય જેલને સોંપી દેવાયો હતો.લાજપોર જેલના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર 16મી ડિસેમ્બરે બ્રિટિશ એસ્કોર્ટનો સ્ટાફ જીગુ સોરઠીને સુરક્ષા સાથે યુકેથી કલાઇટમાં દિલ્હી ઇન્દિરા ગાંધી એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. સુરત શહેર પોલીસના એક ડીવાયએસપી, પીઆઇ, ક્રાઇમ બ્રાંચ અને એસઓજીનો સ્ટાફ સુરક્ષા વ્યવસ્થા હેઠળ કેદીને લેવા દિલ્હી એરપોર્ટ પહોંચ્યો હતો. જ્યા બંને દેશની પોલીસે એરપોર્ટ પર જ કેદીના આપ-લેની ઓન કેમેરા પ્રોસિજર પૂર્ણ કરી હતી. 


3 વર્ષ પછી આયેશા કેસમાં દર્દનાક શબ્દો સાથે પિતાએ કહ્યુ; આરિફે લખ્યું 'ટાઈગર ઈઝ બેક'


સમગ્ર પ્રોસેસની વીડિયો ગ્રાફી સાથે ડોક્યુમેન્ટેશન પણ કરાયું હતું. ત્યારબાદ કેદીને લઇ સુરત શહેર પોલીસ દિલ્હીથી બાય ટ્રેન મંગળવારે સવારે સુરત આવી પહોંચી હતી. કેદી જીગુનો કબજો લાજપોર જેલને સોંપી દેવાયો હતો.ઉલ્લેખનીય છે કે લેસ્ટરની જેલમાં વર્ષ ૨૦૨૦થી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી જીગુ સોરઠીએ ભારત અને યુર્ક સરકાર વચ્ચે થયેલા કરાર મુજબ બાકીની સજા વતન ભારતમાં પુરી કરવા માટે ભારતની જેલમાં ટ્રાન્સફર કરવા માટે માંગણી કરી હતી. 


'આ બધું 'શુદ્ધ નરક'માં રહેવા જેવું', પાડોશી દેશમાં વેશ્યા બનવા મજબૂર છે ડોક્ટર-નર્સ


બંને દેશની સરકારોએ આ અંગે વિચારવિમર્શ કર્યા બાદ જરૂરી કાયદેસરની પ્રક્રિયા આટોપી કેદી જીગુ સોરઠીને ભારતની જેલમાં ટ્રાન્સફર કરવા સંમત્તિ અપાઇ હતી. બંને દેશની એમ્બેસી સાથે પણ સાથે પણ પત્રવ્યવહારો કરવામાં આવ્યા હતા. ભારત સરકારના આ મંજરી પત્રને આધીન ગુજરાત પોલીસ અને જેલ પ્રશાસને સંકલન કર્યું હતું જે મુજબ ગુજરાત પોલીસ દ્વારા ભારત સરકાર સાથે અને ભારતથી યુકે સરકાર સાથે પત્રવ્યવહારોની પ્રોસિજર પુર્ણ કરાઇ હતી. આ રીતે આંતરરાષ્ટ્રીય સંધિ મુજબ કેદી જીગુ સોરઠીને ભારતને સોંપવાની અંતિમ પ્રક્રિયાને પાર પડાઇ હતી.