Umargam Gujarat Chutani Result 2022: ઉમરગામની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો ઉંચો રહ્યો હાથ, 55 હજારથી વધુ મતથી જીત
Gujarat Assembly Election 2022: આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતપોતાનો જનપ્રતિનિધિ પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. જોવાનું એ રહેશે કે આજે ઈવીએમ મશીનમાં કેદ ઉમેદવારોમાંથી કોના પર કિસ્મત મહેરબાન થાય છે.
Umargam Gujarat Chutani Result 2022: ગુજરાતની કુલ 182 વિધાનસભામાં ઉમરગામ વિધાનસભા બેઠકનો ક્રમ 182મો છે. આ બેઠક વલસાડ જિલ્લામાં આવેલી છે અને વલસાડ (ST) લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. ઉમરગામ વિધાનસભા બેઠકના ઘણા વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિની વસ્તીનું પ્રમાણ વધુ છે. આંકડા મુજબ આ પંથકની કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)નો ગુણોત્તર અનુક્રમે 3.94 અને 39.98 છે. 2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 252369 મતદારો અને 275 મતદાન મથકો છે. ઉમરગામ ટ્રાઇબલ વિસ્તાર અને ગરીબ તથા આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. જેમાં નાના નાના ખેડૂતો રહે છે. આ બેઠક પર સૌથી વધારે વારલી જ્ઞાતિના મતદારોનો છે.
ઉમરગામ
વલસાડ જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપ ના ઉમેદવારો ની જીત
ભાજપ એ ફરી ભગવો લેહરાવવ્યો
વલસાડ ભરત પટેલ 1 લાખ 2 હજાર મતે જીત્યા
પારડી કનુભાઇ દેસાઇ 98 હાજર વધુ મતો થી જીત્યા
ધરમપુર અરવિંદ પટેલ 35 હજાર વધુ મતો થી જીત્યા
કપરાડા જીતુભાઈ ચૌધરી 32 હજાર વધુ મતો થી જીત્યા
ઉમરગામ રમણ પાટકર વિજય 55 હજાર થી વધુ મતો થી જીત્યા
જીલ્લો - વલસાડ
બેઠક- ઉમરગામ
પક્ષ- ભાજપ
ઉમેદવાર- રમણ પાટકર
રાઉન્ડ - 7
મતથી આગળ- 26000
આ બેઠક એસટી માટે અનામત રાખવામાં આવી છે. આ બેઠક પર વર્ષ 1962થી અત્યાર સુધીમાં 13 ચૂંટણીઓ થઈ ચૂકી છે. અહીં 2002ને બાદ કરતાં ભાજપ 1995થી ચૂંટાઈને આવે છે. અત્યાર સુધીમાં આ બેઠક પર ભાજપે 5 વખત અને કોંગ્રેસે 7 વખત જીત મેળવી છે.
2022ની ચૂંટણી-
ઉમરગામ બેઠક પર ભાજપે રણલાલ પાટકરને રિપીટ કર્યા છે. ઉમરગામ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના પીઢ કાર્યકર્તા અને ઉમરગામ તાલુકામાં સારી નામના ધરાવતા નરેશભાઈ વળવીના નામની જાહેરાત કરી હતી. જ્યારે, આમ આદમી પાર્ટીએ અશોક પટેલને ટિકિટ આપી છે.
2017ની ચૂંટણી-
આ બેઠક પર 2007થી ભાજપના રમણલાલ પાટકર ચૂંટાઈને આવે છે. ગત 2017ની વાત કરીએ તો રમણલાલ પાટકર સામે કોંગ્રેસે અશોકભાઈ પટેલને ઉભા રાખ્યા હતા. આ ચૂંટણીમાં રમણલાલને 96004 મત મળ્યા હતા જ્યારે અશોકભાઈને 54314 મત મળ્યા હતા. રમણલાલની જંગી બહુમતીથી જીત થઈ હતી.
2012ની ચૂંટણી-
2012ની ચૂંટણીમાં રમણલાલ સામે કોંગ્રેસ પાર્ટીએ ગોવિંદભાઈ પટેલને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં રમણલાલને 69450 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ગોવિંદભાઈને 41151 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર ત્યારે પણ જંગી સરસાઈથી જીતી ગયા હતા.