જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: ઘણી વખત એવી ઘટના બનતી હોય છે કે આપણે વિચારી પણ ન શકીએ. પરંતુ પોલીસ (Police) ની એ ખાસિયત હોય છે કે ગંભીર ગુનાહની બધી બાબતોની તપાસ કરવી અને જેમાં ક્યારેક એવી હકીકત બહાર આવે છે કે આપણા હોશ ઉડી જાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાત છે આણંદ (Anand) જીલ્લાના ઉમરેઠ વિસ્તારની ગત તા. ૨૨ જૂનના રોજ વડોદરાના રહેવાસી રશેષ ઠક્કર કે જેઓ ઉમરેઠમાં તબેલો ચલાવી પશુપાલનનો વ્યવસાય કરે છે. તેઓ ઉમરેઠ નજીક થામણા તેમના મિત્રના તમાકુના ગોડાઉને ગયા હતા. તે સમયે તેમણે એક લાખ રૂપિયા ભરેલું પાકિટ પોતાની પાસે રાખેલું હતું. તે દરમિયાન અચાનક મોટર સાઇકલ પર હેલમેટ (Helmet) પહેરીને આવેલો અજાણ્યો શખ્સ આચંકીને ભાગી ગયો હતો. જે અંગે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

રાહતના સમાચાર: રાજ્યના ૧૮ શહેરોને કર્ફ્યુમાંથી મળી મુક્તિ તો લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો આપી શકશે હાજરી


જેથી પોલીસે (Police) ફરિયાદી રશેષ ઠક્કરની ફરિયાદના આધારે સમગ્ર ઘટના વિશે માહિતી પ્રાપ્ત કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફંફોળતા કોઇ હેલમેટ પહેરીને મોટરસાઇકલ પર આવી રહ્યું હોવાનું દેખાયું હતું. અને ત્યાં તબેલામાં હેલમેટ (Helmet) નું બોક્સ પણ મળી આવ્યું હતું. 


જેથી પોલીસ (Police) ને શંકા જતાં ફરિયાદી રશેષ ઠક્કરની પૂછપરછ આદરી હતી. ત્યારે તે ભાંગી પડ્યો હતો અને તેણે સ્વિકાર્યું હતું કે આ સમગ્ર ઘટાને તેણે જ અંજામ આપ્યો હતો. રશેષ ઠક્ક્રરે જણાવ્યું હતું કે તેણે એક જમીનનો સોદો કરી ખરીદી કરી હતી જેના એક લાખ રૂપિયા ચૂકવવાના હતા. જે ચૂકવવા ન પડે તે માટે કારસો રચી લૂંટની ઘટનાનું તરખટ રચ્યું હતું. 

વડોદરા પોલીસે હોંગકોંગથી પ્રત્યાર્પણ દ્વારા કુખ્યાત વિદેશી ડ્રગ માફિયા રિચાર્ડની કરી ધરપકડ


આ ઘટનાને અંજામ આપવા રશેષ ઠક્કરે પોતાના તબેલામાં કામ કરતા પરેશ તળપદાને તેના જ મોટરસાઇકલ પર આવી ચિલઝડપ કરી હોવાનું સામે આવ્યુ છે. ત્યારે પોલીસે બંને આરેપી રસેશ ઠક્કર અને પરેશ તળપદાને પકડી આગળની કાર્યવાહી શરુ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube