ઉના : આખલાએ શીંગડા મારીને વૃદ્ધાના પેટના આંતરડા કાઢી નાંખ્યા, તરફડિયા મારતા ગયો જીવ
ગુજરાતમાં રખડતા ઢોરોનું સામ્રાજ્ય વધી રહ્યું છે. રાતનો સમયે તો ઢોરોનો જ રસ્તો હોય તેમ રસ્તા પર અડીંગો જમાવીને બેસે છે. પરંતુ મોટાભાગની મહાનગરપાલિકાની કામગીરી એટલી નબળી હોય છે કે, તેમના પ્રતાપે ઢોર આરામથી રસ્તા પર ફરતા હોય છે. આવામાં ઉનામાં એક આખલાએ વૃદ્ધ મહિલાનો જીવ લીધો છે. આખલાએ મહિલા પર એવો હુમલો કર્યો કે, આખલાએ વૃદ્ધાને પેટમાં શીંગડા મારી આંતરડા બહાર કાઢી નાંખ્યા હતા. વૃદ્ધ મહિલા તરફડીને મોતને ભેટ્યા હતા.
રજની કોટેચા/સોમનાથ :ગુજરાતમાં રખડતા ઢોરોનું સામ્રાજ્ય વધી રહ્યું છે. રાતનો સમયે તો ઢોરોનો જ રસ્તો હોય તેમ રસ્તા પર અડીંગો જમાવીને બેસે છે. પરંતુ મોટાભાગની મહાનગરપાલિકાની કામગીરી એટલી નબળી હોય છે કે, તેમના પ્રતાપે ઢોર આરામથી રસ્તા પર ફરતા હોય છે. આવામાં ઉનામાં એક આખલાએ વૃદ્ધ મહિલાનો જીવ લીધો છે. આખલાએ મહિલા પર એવો હુમલો કર્યો કે, આખલાએ વૃદ્ધાને પેટમાં શીંગડા મારી આંતરડા બહાર કાઢી નાંખ્યા હતા. વૃદ્ધ મહિલા તરફડીને મોતને ભેટ્યા હતા.
ઉનાના પાલડી ગામે આખલાનો આતંક છવાયેલો છે. ઉનાના રસ્તાઓ પર પણ રખડતા ઢોરોનું સામ્રાજ્ય જોવા મળે છે. ઉનાના પાલડી ગામે વાસ વિસ્તારમાં રહેતા કમરણબેન બાબરીયા વૃદ્ધા 65 વર્ષની ઉંમરના છે. તેઓ પોતાના ઘરની બહાર જ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક રખડતો આખલો ત્યાં આવી ચઢ્યો હતો. આખલાએ કરમણબેનને શીંગડા માર્યા હતા. આખલાનો હુમલો એટલો ભારે હતો કે, વૃદ્ધાના પેટના આંતરડા બહાર આવી ગયા હતા. આ ઘટના બાદ આસપાસના લોકો મદદે આવ્યા હતા, તેઓએ મહામહેનતે આખલાને દૂર કરીને કરમણબેનને છોડાવ્યા હતા. કમરણબેનને રસ્તા પર જ તરફડિયા મારતા જીવ છોડ્યો હતો.
આ પણ વાંચો : પાટીદારોનું સપનુ આજે સાકાર થશે, 1500 કરોડના ખર્ચે બનનાર ઉમિયાધામનો પાયો નંખાશે
બીજી તરફ, વૃદ્ધાના મોતથી ગ્રામજનોમાં આખલાને લઈ ભયનો માહોલ ફેલાયો હતો. લોકોએ ગાંડા થયેલા આખલાને કાબૂમાં પ્રયાસ કર્યો હતો, પણ આખલો કાબૂમાં આવ્યો ન હતો. આખલો બળ કરીને છૂટી ગયો હતો. ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી. તો નવાબંદર મરીન પોલીસે ધટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
સુરતમાં પણ ઢોરોનો આતંક
સુરતના કીમ વિસ્તારમાં ગાય બેકાબૂ બની હતી. શનિવારે સવારથી જ કીમ વિસ્તારની સોસાયટીઓમાં ગાયના આતંકથી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પાંચથી સાત લોકોને ગાયે અડફેટે લીધા હતા. તમામને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પશુપાલકના મતે, ગાયને હડકવું ચઢતા ગાય બેકાબૂ બની હતી. હડકાયું કૂતરું ગામની રખડતી અનેક ગાયોને કરડયું હોવાની વાત પણ તેમણે કહી હતી.