ઉનાના 30 ગામો સંપર્ક વિહોણા, છ કલાકમાં 10 ઈંચ વરસાદ
ગીર સોમનાથના ઉના-કોડીનાર ખાતે મેઘ કહેર બનીને વરસ્યો છે. ઉનામાં સવારે છ કલાકમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. સતત છ કલાકમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ઉના કોડિનાર હાઈવે બંધ છે અને 30થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
ઉના: ગીર સોમનાથના ઉના-કોડીનાર ખાતે મેઘ કહેર બનીને વરસ્યો છે. ઉનામાં સવારે છ કલાકમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. સતત છ કલાકમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ઉના કોડિનાર હાઈવે બંધ છે અને 30થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઉના તાલુકાને જોડતા તમામ રસ્તાઓ બંધ થયા છે .વાવરડા ગામે 300 લોકો પાણીમાં ફાયા છે. મચ્છુન્દરી નદીમાં પાણીની આવક થઈ રહી છે. ઉનાના ગુદાળા ગામે ત્રણ કલાકમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી આ ગામ પાસેથી પસાર થતા મચ્છુન્દરી નદીમાં વર્ષ 1998 માં જે રીતે પાણી આવ્યુ તેવુ ધસમસતુ પાણી જોવા મળ્યુ હતુ.
રાજ્યમાં ચોમાસુ જામ્યું: 82 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ, કામરેજ-ગણદેવીમાં 7 ઇંચ વરસાદ
ગિરગઢડા ગામમાં બેટમાં ફેરવાયું છે. સવાર ના 6.00 વાગ્યાથી સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. ગિરગઢડા તાલુકાને બેટમાં ફેરવી દીધુ છે. ગિરગઢડા તાલુકાનું હરમાડીયા ગામમાં પાણી ફરી વળ્યાં છે. તંત્રની લાપરવાહીથી ઝાંખિયા ડેમનું પાણી જામવાળા રોડ પર આવી ગયું છે. ગિરગઢડા તાલુકાના હરમડિયા, નવાગામ,જામવાળા, ફાટસર ,ઇટવાય ,કોદીયા, સનવાવ ,ધ્રાબાવડ, કાણકીયા, કારેણી, આંબાવાડ,ફૂલકા, ખિલાવડ બાબરીયા, વેલાકોટ ઝાંઝરીયા, નવા ઉગલા ગામોમાં પાણી ફરી વળ્યાં છે.
ભાવનગર જિલ્લામાં મેઘતાંડવ, જેસરમાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ
ગીર સોમનાથના ઉનામાં પણ મેઘરાજાની ધુંવાધાર બેટિંગ જોવા મળી છે. ઉના આનંદ બજાર ખાતે કમરસમા પાણી ભરાયા છે. ગૌતમ બુદ્ધ નગરમાં ઘરોમાં પાણી ભરાતા લોકોએ પરેશાની વેઠવી પડી છે. ઉનાના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા ખંધેરા ગામ બેટમાં ફેરવાયુ છે. ગીરગઢડાના હરમડિયા ગામે સાંબેલાધાર વરસાદ થતા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.તંત્રની લાપરવાહીના કારણે ઝાંખિયા ડેમનું પાણી જામવાળા ગામત તરફ વહી રહ્યુ છે. ગીરગઢડા તાલુકાના હરમડિયા, નવાગામ ,જામવાળા, ફાટસર, કોદીયા, સનવાવ ,ધ્રાબાવડ, કાણકીયા, કારેણી, આંબાવાડ, ફૂલકા, ખિલાવડ, બાબરીયા, વેલાકોટ ઝાંઝરીયા, નવા ઉગલા ગામોમાં પાણી ફરી વળ્યાં છે.