Loksabha Election 2024: લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને એક બાદ એક ફટકા પડી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોથી લઈ પૂર્વધારાસભ્યો અને સંગઠનના નેતાઓ કોંગ્રેસને રામ રામ કહી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી રહ્યા છે. ભરતી મેળાથી કોંગ્રેસ ટેન્શનમાં અને ભાજપ ગેલમાં છે, ત્યારે અનેક વખત જાહેર મંચ પરથી ભાજપના નેતાઓ ભરતી મેળા વિશે વાત કરતા હોય છે. આ દિશામાં ઉનાના ભાજપના ધારાસભ્ય કેસી રાઠોડનું મોટું નિવેદન સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વસંત પંચમી પર દુર્લભ સંયોગ, આ 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, મળશે ઉંચુ પદ-પ્રતિષ્ઠા


સોશિયલ મીડિયામાં કેસી રાઠોડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉનાના ભાજપના ધારાસભ્ય કેસી રોઠોડ જાહેરસભામાં બધાની વચ્ચે જણાવી રહ્યા છે કે, ભરતી મેળો ચાલુ છે આવવવું હોય તો આવી જાઓ. નામ લીધા વિના જ તેમણે કહ્યું કે ઘણાને આવવું છે પણ ઘણું બધું જોઈએ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું ખાતો નથી'ને લેતો નથી, પણ એવું કહે છે પણ મૂકતા પણ નથી.


મકર રાશિના લોકો માટે આર્થિક દ્રષ્ટિકોણથી આ અઠવાડિયું અનુકૂળ, વાંચો તમારું રાશિફળ


નોંધનીય છે કે, 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 182માંથી 182 બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ આ લક્ષ્ય થોડા માટે રહી ગયું. 182માંથી 156 ભાજપને મળી. પરંતુ હવે આ લક્ષ્ય સાંધી લેવાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. કારણ કે એક બાદ એક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. ધારાસભ્યોથી લઈ સંગઠનના નેતાઓ કોંગ્રેસને રામ રામ કહી રહ્યા છે. 


ભારત સરકારની મહત્ત્વની ફોર્સમાં નોકરીની તક, બે દિવસ પછી શરૂ થઈ જશે અરજીઓ


ઉલ્લેખનીય છે કે, ભાજપમાં જોડાયેલા તમામ કોંગ્રેસી નેતાઓને લઈ અગાઉ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા તે કામ પૂર્ણ થયા છે. જે ભાજપમાં જોડાયા છે તે કોઈ નિરાશ નહીં થાય. ચૂંટણી નજીક આવે ત્યારે આયા રામ અને ગયા રામની રાજનીતિ ચાલતી હોય છે. પક્ષપલટાનો દોર પણ શરૂ થઈ જાય છે. હવે જ્યારે 2024ની લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ માટે એક બાદ એક આંચકા રૂપ સમાચાર આવી રહ્યા છે. જોવાનું રહેશે કે હજુ કેટલા કોંગ્રેસ અને આપના નેતાઓ પોતાની પાર્ટીને છોડે છે?