ડેરીવાળા 10 રૂપિયા વધારે ત્યાં ઘાસવાળા સીધા 20 વધારે છે, ખેડુતને પાછળ કાંઇ વધતું નથી!
જિલ્લામાં ભૂગર્ભ જળની સમસ્યા વચ્ચે પશુઓને ખવરાવવાના ઘાસચારા બાજરીના સૂકાપૂળાના ભાવમાં બમળો વધારો થતાં પશુપાલકોની સ્થતિ વિકટ બની છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણીની સમસ્યાને લઈને બાજરીનું ઉત્પાદન ઓછું થતાં ચાલુ વર્ષે બાજરીના ચારામાં એક પુળાના ભાવમાં આઠથી દસ રૂપિયાનો વધારો થતાં પશુપાલકો અને ખેડૂતોની હાલત કફોડી બની છે.
બનાસકાંઠા : જિલ્લામાં ભૂગર્ભ જળની સમસ્યા વચ્ચે પશુઓને ખવરાવવાના ઘાસચારા બાજરીના સૂકાપૂળાના ભાવમાં બમળો વધારો થતાં પશુપાલકોની સ્થતિ વિકટ બની છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણીની સમસ્યાને લઈને બાજરીનું ઉત્પાદન ઓછું થતાં ચાલુ વર્ષે બાજરીના ચારામાં એક પુળાના ભાવમાં આઠથી દસ રૂપિયાનો વધારો થતાં પશુપાલકો અને ખેડૂતોની હાલત કફોડી બની છે.
બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા ઉનાળુ સિઝન લેવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે બાજરીના પુળાના ભાવમાં પણ વધારો થયો છે જોકે ભાવ વધારો થતા પશુપાલકોની હાલત કફોડી બની છે. દર વર્ષ કરતાં આ વર્ષે સુકા ઘાસચારાની ખુબ માંગ ઊભી થઈ રહી છે. સામાન્ય રીતે સિઝન દરમિયાન બાજરીના એક પુળાના ભાવ 15 થી 20 રૂપિયા આસપાસ રહેતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે બાજરીના પુળાના ભાવ 25થી 30 રૃપિયા સુધી પહોંચી ગયા છે. જેથી આવનાર સમયમાં બાજરીના સુકા પૂળાનો ભાવ કેટલો હશે તેને લઇને પણ પશુપાલનના વ્યવસાય કરનાર પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.
બનાસકાંઠા જીલ્લામાં ઉનાળુ સિઝન દરમિયાન મોટેભાગે બાજરીનું વાવેતર થયું છે. આ વર્ષે બાજરીના પાકના વાવેતર વિસ્તારમાં પણ ઘટ્યો છે. જિલ્લામાં 166082 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું હતું. જેની સરખામણીમાં ચાલુ વર્ષ 161461 હેકટર વિસ્તારમાં બાજરીનું વાવેતર થયેલ છે. બીજી તરફ પાણીની વિકટ સમસ્યાને લઈને ખેડૂતોની બાજરીના પાકને પૂરતું પાણી ન મળતા તેમનો બાજરીનો પાક સુકાઈ જતા આ વર્ષે જિલ્લામાં બાજરીના સૂકાપૂળાની ભારે અછત સર્જાતા હજુ વધારે ભાવ વધારો થાય તેવું સંકટ સર્જાયું છે.
આ વર્ષે પાણીની સમસ્યાને લઈને બાજરીનું ઓછું વાવેતર થયું અને એમાંય પાણી ન મળવાથી બાજરીનો પાક સુકાઈ ગયો જેથી બાજરીના પૂળામાં ભાવ ખુબજ વધી જશે. આ વર્ષે પાણી ન હોવાના કારણે બાજરી ખુબજ ઓછી થઈ એટલે બાજરીના ઘાસચારની તંગી છે. બનાસકાંઠા જિલ્લામાં જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ ખાલી રહેતા જિલ્લામાં જળસંકટ ઘેરાયું છે. જેની સીધી અસર કૃષિક્ષેત્રે પડતા ચાલુ સિઝનમાં ઘાસચારાની મોટી તંગી ઊભી થવા પામી છે. પશુપાલકોને ચાલુ વર્ષે બમણા ભાવે ઘાસચારો લાવી પણ પશુધનને જીવાડવા મજબૂર બનવું પડે તેમ છે. એકબાજુ પાણી વગર મોટાભાગના ખેડૂતો પોતાની પૂરતી જમીનમાં ખેતી કરી શકતા નથી તો બીજું બાજુ પશુપાલનના વ્યવસાયમાં પણ પશુઓનો ઘાસચારો મોંઘો થઈ જતા પશુપાલકોની સ્થિતિ ખુબજ કફોડી બની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube