મહીસાગર : જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામના લોકોને પાણીના વિકટ પ્રશ્ન અને લઈ હેરાન પરેશાન બન્યા છે અને પાણી લેવા કિલોમીટરો સુધી જવું પડી રહ્યું છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના અતિ અંતરિયાળ વિસ્તારમાં આવેલ ઉખરેલી ગામે છેલ્લા દસ વર્ષથી પાણીના વિકટ પ્રશ્ન લોકોને સતાવી રહ્યા છે. ઉખરેલી ગામ ત્રણ હજારથી પણ વધારે વસ્તી ધરાવતું ગામ છે. આ ગામમાં સરકાર દ્વારા પીવાના પાણીની યોજનાઓ પણ કરોડોના ખર્ચે બનાવવામાં આવી છે પરંતુ પાણીની યોજનાના સરકારના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉતરાખંડ સરકારનો નવો નિયમ, જો આમનામ જતા રહેશો તો દર્શન કર્યા વગર જ પરત ફરવું પડશે


ઉખરેલી ગામ અતિ અંતરીયાળ વિસ્તારમાં આવેલું છે અને આ ગામના લોકો ખેતી અને પશુપાલન પર પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે, ત્યારે છેલ્લા દસ વર્ષથી પાણીનો વિકટ પ્રશ્ન સતાવી રહ્યો છે. ઉનાળો આવતાની સાથે પીવાના તેમજ પશુ માટે પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ઉખરેલી ગામમાં હેડપંપો કુવાઓ સહિત હવાડાઓ પણ પાણી ન હોવાથી દૂર દૂર સુધી ધસમસતા તાપમાં પાણી લેવા કિલોમીટરો સુધી દૂર જવા ગામલોકો મજબૂર બન્યા છે. તાપમાં ચાલીને જવાથી કેટલી મહિલાઓની તબિયત પણ બગડી રહી છે, ત્યારે કેટલીક મહિલા ઓ પાણી લઇને આવતા ઝાડના છાયા નીચે બે થી ત્રણ વાર બેસ્યા બાદ ઘર સુધી આવે છે અને તે પણ માત્ર એક બેડુ પાણી જ આવે છે જે પીવાના પાણી પૂરતું પણ પાણી આવતું નથી ત્યારે પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું તે એક મોટો પ્રશ્ન ગામલોકોને સતાવી રહ્યો છે ત્યારે બીજી તરફ ગામલોકો દ્વારા પાણી આપો પાણી આપોના પોકાર સાથે સરકારને વિનંતી કરી રહ્યા છે.


Gujarat Corona Update: નવા 72 કેસ, 53 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


ઉખરેલી ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળો આવતાની સાથે જ નદી-નાળા-કોતરો-કુવા સહિત પાણીના સંપ ખાલીખમ જોવા મળી રહ્યા છે, ક્યારે કિલોમીટરો સુધી ચાલીને દૂર દૂરથી પાણી લાવતી મહિલાઓ હેરાન પરેશાન બની છે. સરકાર પાસે પાણીની માંગ કરી રહી છે ઉખરેલી ગામે વાસ્મો દ્વારા નલ સે જલ યોજના મંજૂર કરી આ ગામમાં પાણી માટે પાઇપલાઇનનો પણ નાખવામાં આવી છે. પરંતુ અધુરી કામગીરી કરી કોન્ટ્રાક્ટર પલાયન થઈ જતા સરકારની નલ સે જલ યોજના કે જે ઘર ઘર પાણી પોહચાડવાની ફેલ યોજના જોવા મળી રહી છે. આ ગામની મહિલાઓ અને ગામલોકો દ્વારા અધિકારીઓને વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી રહી છે પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા ગામલોકો પાણી વગર વલખા મારતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે આ ગામલોકો ને પાણી ક્યારે મળે છે તે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube