* રંગીલું રાજકોટ ફરી બન્યું રકતરંજિત, પતિ એજ વહેડાવ્યું પત્નીનું લોહી
* બાળકોની કસ્ટડી લેવા મામલે ચાલતી હતી પતિ પત્ની વચ્ચે તકરાર
* સરેઆમ પત્નિ અને મામાજીની કરવામાં આવી હત્યા
* છરીના ઘા ઝીંકી કરવામાં આવી હત્યા
* બેવડી હત્યા કર્યા બાદ આરોપીએ બે સંતાનો સાથે જાત જલવવાનો કર્યો પ્રયાસ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષિત પંડ્યા/ રાજકોટ : રંગીલું રાજકોટ ફરી એક વખત રકતરંજિત બન્યું છે. પરંતુ આ સમયે રક્તરંજિત કોઈ અજાણ્યા શખ્સોએ જ નહીં પરંતુ પતિએ જ બનાવ્યું છે. બાળકોની કસ્ટડી લેવાનો ખાર રાખી પતિએ ખૂની ખેલ ખેલી પત્નિ તેમજ મામાજી પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતો. બાદમાં પોતે પણ બાળકો સાથે લઇ આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઇજાગ્રસ્ત થતા તમામને સિવિલ હોસ્પિટલ ખસેડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


શહેરમાં કોરોના કાબૂમાં, દોઢ મહિનામાં હર્ડ ઇમ્યુનિટી 17થી વધીને 23 ટકાએ પહોંચી, ત્રીજો સર્વે શરૂ


રાજકોટમાં ગુરુવારની સાંજે રૂખડીયા ફાટક પાસે સરેઆમ સંબંધોનું ખૂન થયું છે. છેલ્લા કેટલાય સમયથી ઇમરાન પઠાણ અને તેની પત્ની નાઝિયા પઠાણ વચ્ચે પારિવારિક તકરાર સર્જાયેલી છે. તો સાથે છેલ્લા કેટલાય સમયથી બાળકોની કસ્ટડી મામલે કોર્ટ કેસ પણ ચાલી રહ્યા છે. ત્યારે ગુરુવાર ના રોજ સવારના ભાગમાં નાઝીયા એ પોતાના પતિ ની ફરિયાદ ૧૮૧ અભ્યમ માં કરી હતી. જેના કારણે પોલીસે આરોપી ઇમરાન ને પૂછપરછ માટે બોલાવ્યો હતો.


મોર્નિંગ વોક પર નિકળેલી યુવતીના તંગ કપડા જોઇને યુવકે મારી ટપલી અને પછી...


પોલીસમાં કરેલી ફરિયાદનો ખાર રાખી આરોપી ઇમરાન તેની પત્ની તેના મામાજી અને તેની સાસુ પાસે પહોંચ્યો હતો. ક્ષણભરની બોલાચાલી બાદ મામલો બેવડી હત્યા સુધી પહોંચી ગયો. તો હત્યા કર્યા બાદ આરોપી ઇમરાને પોતાના બે બાળકો સાથે પોતાની જાત સળગાવીને આત્મહત્યા કરવાની કોશિશ પણ કરી છે. જેના કારણે હાલ તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે તો સાથે જ તેને ઇજાગ્રસ્ત સાસુને પણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.


જૂનાગઢના વિસાવદરમાં જર્જરિત મકાનની છત પડતા પરિવાર દટાયો, માતા પુત્રનું મોત


કાળ ક્યારેય કોની પાસે શું કરાવે છે તે કોઈ જાણતું નથી. માતા-પિતાના ઝઘડામાં હાલ બાળકોએ માતાને ખોઈ બેસવાનો વારો આવ્યો છે તો પિતા હાલ ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે બાળકોને કોનો આશરો તે સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube