શહેરમાં કોરોના કાબૂમાં, દોઢ મહિનામાં હર્ડ ઇમ્યુનિટી 17થી વધીને 23 ટકાએ પહોંચી, ત્રીજો સર્વે શરૂ
એક સમયે રાજ્યમાં સૌથી વધારે કોરોના કહેર અમદાવાદમાં હતો, જ્યારે આખા ગુજરાતનાં 70-75 કેસ આવતા હતા ત્યારે અમદાવાદમાં 150થી વધારે કેસ આવતા હતા. જો કે હવે અમદાવાદમાં હર્ડ ઇમ્યુનિટી વધી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલા સર્વેમાં અમદાવાદના લોકોમાં હર્ડ ઇમ્યુનિટીનું પ્રમાણ 17 ટકા હતું જે હવે વધીને 23 ટકા સુધી પહોંચી ચુક્યો છે. જેના કારણે રાજ્યના અન્ય મોટા શહેરોની સરખામણીમાંઅમદાવાદમાં કોરોના કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. સાથે જ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા હર્ડ ઇમ્યુનિટી અંગેનો ત્રીજો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
અમદાવાદ : એક સમયે રાજ્યમાં સૌથી વધારે કોરોના કહેર અમદાવાદમાં હતો, જ્યારે આખા ગુજરાતનાં 70-75 કેસ આવતા હતા ત્યારે અમદાવાદમાં 150થી વધારે કેસ આવતા હતા. જો કે હવે અમદાવાદમાં હર્ડ ઇમ્યુનિટી વધી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલા સર્વેમાં અમદાવાદના લોકોમાં હર્ડ ઇમ્યુનિટીનું પ્રમાણ 17 ટકા હતું જે હવે વધીને 23 ટકા સુધી પહોંચી ચુક્યો છે. જેના કારણે રાજ્યના અન્ય મોટા શહેરોની સરખામણીમાંઅમદાવાદમાં કોરોના કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. સાથે જ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા હર્ડ ઇમ્યુનિટી અંગેનો ત્રીજો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
મોર્નિંગ વોક પર નિકળેલી યુવતીના તંગ કપડા જોઇને યુવકે મારી ટપલી અને પછી...
ત્રીજો સર્વે શરૂ થતા જ શહેરનાં તમામ અર્બન હેલ્થ સેન્ટર પર એન્ટિબોડી ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. કોર્પોરેશ દ્વારા પ્રથમ સર્વેમાં 25થી 30 હજાર સ્થાનિકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં 17 ટકાની આસપાસ હર્ડ ઇમ્યુનિટી નોંધાઇ હતી. ત્યાર બાદ 15 ઓગષ્ટે બીજો સર્વે થયો હતો. જેમાં 10 હજારથી વધારે લોકોનાં એન્ટિબોડી ટેસ્ટ કરાયા હતા. જેમાં 23 ટકા જેટલી હર્ડ ઇમ્યુનિટી વિકસી હોવાનું સામે આવ્યું હતું. હવે ત્રીજા સર્વેની શરૂઆત તઇ છે. છેલ્લા દોઢ મહિનામાં અમદાવાદીઓની હર્ડ ઇમ્યુનિટીમાં 5 ટકાનો વધારો થયો છે.
જૂનાગઢના વિસાવદરમાં જર્જરિત મકાનની છત પડતા પરિવાર દટાયો, માતા પુત્રનું મોત
મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હેલ્થ વિભાગનાં વડા અને મેડિકલ ઓફિસર ડૉ. ભાવિન સોલંકીએ આ અંગે જણાવ્યું કે, 10 હજાર લોકો પર સર્વે કરાયો હતો. આ સર્વેમાં 23.24 ટકા પોઝિટિવિટી આવી. જે દોઢ મહિનામાં પાચ ટકાનો વધારો થયો છે. આ સામાન્ય વધારો છે. આ ઉપરાંત એન્ટિબોડી સર્વે કરાયો હતો જેમાં 40 ટકા લકોમાં એન્ટિબોડી લુપ્ત થતી જણાય છે. તેઓ ફરી કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે.હર્ડ ઇમ્યુનિટી માટે 70થી 80 ટકા લોકો એન્ટિબોડી લુપ્ત થયેલું એવું દર્શાવે છે કે તેઓ ફરી કોરોનાનો ભોગ બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube