મુસ્તાક દલ/જામનગર: જામનગરમાં શિક્ષણ જગતને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે, ત્યારે જામનગર શહેરની ખાનગી શાળાના આચાર્યએ એક 15 વર્ષની સગીરા વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે આ લંપટ આચાર્ય વિરુદ્ધ જામનગર શહેરનાના સીટી-બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના દિવસોમાં જ લંપટ શિક્ષકને વડોદરા ખાતેથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જય શ્રીરામના નારાથી કોર્ટ પરિસર ગુંજ્યું! નરોડા ગામ હત્યાકાંડ ચુકાદો HCમાં પડકારાશે


જામનગરની એક ખાનગી શાળાના પૂર્વ પ્રિન્સિપાલે શાળામાં જ અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે લંપટ આચાર્યને વડોદરાથી ઝડપી પાડ્યો છે. આચાર્યને ગઈકાલે સાંજે જામનગર કોર્ટમાં રિમાન્ડની માગ સાથે રજૂ કરાતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમા કોરોના મામલે મોટા અપડેટ; જાણો આજના પોઝિટીવ અને એક્ટિવ કેસ


જામનગરની એક ખાનગી શાળામાં ચાર વર્ષ પહેલા આચાર્ય તરીકે નોકરી કરતા મનીષ બુચ નામના આચાર્યએ પોતાની જ શાળામાં અભ્યાસ કરતી એક 15 વર્ષીય વિદ્યાર્થિની પર અવારનાવર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે તાજેતરમાં જામનગરની સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આચાર્ય મનીષ બુચ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી.


પૂર્વ મંત્રી માયાબેન કોડનાની પ્રથમ પ્રતિક્રિયા,'સત્ય પરેશાન હો સકતા હે, પરાજિત નહીં'


જામનગર પોલીસે મનીષ બુચ સામે ગુનો નોંધ્યા બાદ શોધખોળ હાથ ધરી હતી. જેનું લોકેશન વડોદરામાં મળી આવતા જામનગર અને વડોદરા પોલીસે મળી વડોદરામાંથી મનીષ બુચને ઝડપી પાડ્યો હતો અને પોલીસ જામનગર લાવી હતી. મનીષ બુચને ગઈકાલે સાંજે 14 દિવસના રિમાન્ડની માગ સાથે જામનગર કોર્ટમાં રજૂ કરતા જામનગર કોર્ટે લંપટ પ્રિન્સિપાલના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


તમે ખરીદેલો મોબાઈલ ફોન ચોરી કે લૂટનો તો નથી'ને? અહીં સૌથી મોટો મોબાઇલનો જથ્થો ઝડપાયો