અમદાવાદ :ઈન્ટરનેશનલ ગેંગસ્ટર (Don) રવિ પુજારી (Ravi Pujari) પર સકંજો કસાયો છે. રવિ પુજારીને ગુજરાત લાવવા ATSએ પ્રોસેસ શરૂ કરી છે. ગેંગસ્ટર (UnderWorld) રવિ પુજારીને ગુજરાત લાવવાની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા આફ્રિકન દેશનો સંપર્ક કરીને અત્યારે કાર્યવાહી ચાલી રહી છે તેવું સીઆઈડી (CID) ક્રાઈમના એડિશનલ ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના સંખ્યાબંધ ઉદ્યોગપતિઓને આપી ધમકી
અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીએ ગુજરાતના સંખ્યાબંધ ઉદ્યોગપતિઓને ખંડણી માંગતો ધમકીભર્યો ફોન કર્યો હતો. જેમાં ગુજરાતના ધારાસભ્યો પણ બાકાત નથી. તેણે ગુજરાતની ટોચની 20 જેટલી હસ્તીઓ પાસેથી 20 કરોડની ખંડણી માંગી હતી. જેમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય જીતુ પટેલ તથા વિમલ શાહ અને પુંજા વંશ પણ સામેલ છે. રવિ પુજારી દ્વારા અમૂલ ડેરીના એમડીને પણ ખંડણી માટે ફોન કરાયો હતો. 


ઉલ્લેખનીય છે કે, આ કુખ્યાત અંડરવર્લ્ડ ડોન હાલ પોલીસ પકડમાં છે. છેલ્લા 15 વર્ષથી વિદેશમાં ફરાર આ ડોન પશ્ચિમ આફ્રિકાથી પકડાયો હતો. બેંગલોર પોલીસને પશ્ચિમ આફ્રિકાથી પકડ્યો હતો. રવિ પુજારી ભારતમાં 60થી વધુ કેસમાં વોન્ટેડ છે. સેનેગલ પોલીસની મદદથી રવિ પુજારીને 22 જાન્યુઆરીએ ઝડપી પાડવામાં આવ્યો હતો.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :