પાલનપુર : વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બોગસ તબીબોની વ્હારે આવ્યા છે. તેઓએ આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા નકલી ડોક્ટર્સ સામે થયેલી કાર્યવાહીને અટકાવવા માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રજુઆત કરતા આશ્ચર્ય ફેલાયું છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયામાં પોલીસ દ્વારા નકલી ડોક્ટર્સ સામે કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં 25થી વધારે નકલી ડોક્ટર્સને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જે કોઇ પણ પ્રકારનાં પ્રમાણપત્ર કે શૈક્ષણીક ડિગ્રી વગર જ પ્રેક્ટિસ કરીને લોકોના જીવને જોખમમાં મુકી રહ્યા હતા. તેમના પર પોલીસ દ્વારા સકંજો કસવામાં આવ્યો અને કડક કાર્યવાહી આરંભવામાં આવી છે. જો કે ગેનીબેન ઠાકોરે નીતિન પટેલને પત્ર લખીને આ કાર્યવાહી અટકાવવા માટે અપીલ કરવામાં આવી છે. 


આ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો કે, રાજ્યની જનતાને આરોગ્ય અને શિક્ષણની સેવા પુરી પાડવાની સરકારની બંધારણીય જવાબદારી છે. જો કે દરેક ગામડે જરૂરી હોય તેવી મેડિકલ સેવા પહોંચાડી શકાતી નથી. ગ્રામીણ પ્રેક્ટિસનરો ડિપ્લોમાં નર્સિંગ, પેસેન્ટ કેર જેવા માન્ય કોર્ષ કરેલા હોય છે. આ સંજોગોમાં જનતા સહકારી ઉપરાંત ખાનગી દવાઓની મદદ લેવી પડતી હોય છે. 


જો કે હોસ્પિટલોમાં પુરતી બેડની વ્યવસ્થા નહી હોવા ઉપરાંત ખર્ચ પણ પરવડતો નહી હોવાનાં કારણે દાખલ થઇને સારવાર લઇ શકતા નથી. જેથી આ ડોક્ટર જરૂરી ઇન્જેક્શન બાટલા વગેરે લખી આપી તેવા પ્રકારની સારવાર ગ્રામ્ય પ્રેક્ટિસ્નર દ્વારા અપાય છે. આ ઉપરાંત પાટા પિંડી અને ઇમરજન્સી સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત આ ગ્રામીણ પ્રેક્ટિસનરે ડિપ્લોમાં નર્સિંગ, પેશન્ટ કેર જેવા માન્ય કોર્સ કરેલા હોય છે. અથવા તો અધિકૃત તબીબ સાથે ત્રણ પાંચ વર્ષ તે તેથી વધારે સમય રહી તાલીમ પ્રાપ્ત હોય છે. જેના કારણે ડોક્ટરે આપેલા ઇન્જેક્શન, બાટલા, દવાને યોગ્ય રીતે આપવા સક્ષમ અને અધિકૃત હોય છે. 


કોરોના મહામારી દરમિયાન દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલોને સમયે હોસ્પિટલે આપેલી દવાઓના રોજ સમયસર ગામડાના દર્દીઓને આપી પોતાનાં જીવના જોખમે સારી સેવા પુરી પાડેલી છે. જેથી આવા ગ્રામીણ પ્રેક્ટિસનરો વિરુદ્ધ આડેધડ ફરિયાદો અને કાર્યવાહીઓ કરવાથી ગ્રામીણ પ્રજામાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખરેખર ખોટી ડિગ્રી ખોટું નામ ધારણ કરવું કે બિન તાલીમી વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાનાં બદલે અનુભવી અથવા ડિપ્લોમાં ANM,GNM જેવા માન્ય કોર્ષ કરી ફોલોઅપ ટ્રીટમેન્ટ કે પ્રાથમિક સારવાર કરતા ગ્રામીણ પ્રેક્ટિસનર વિરુદ્ધ કાર્યવાહી બંધ કરવામાં આવવી જોઇએ. એમબીબીએસ તબીબો ફુલ ટાઇમ સેવા આપે તેવી ગેનીબેન ઠાકોરે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી વિનંતી કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube